SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ચતુર્થ કળા ગોંડળ સ્ટેટને ઈતિહાસ. લાગ્યા. તેથી નવાબે વષ્ટી ચલાવી, શીરબંધીના ખર્ચની ૫૦ હજાર કેરી રણછોડજીને આપવી, ગામ ભાંગ્યાં તે માફ અને દિવાન રઘુનાથજીને છુટા કરી ચોરવાડ મોકલવા, ત્યારપછી એકમાસે શિરબંધીને છુટાકરી, ચોરવાડનો કિલ્લો નવાબને સંપ, આ પ્રમાણે શરતો અરસપરસ કબુલ થતાં, દિવાન રધુનાથજીને છાયા. અને શરત મુજબ કેરી મળતાં, તે બંનેભાઈ ચોરવાડનો કિટલે નવાબને સેંપી, ઉંચાળા ભરી ચાલ્યા તે વાતની ખબર જામને નગર મેરૂખવાસને પડતાં, તેણે અદામહેતાને ૪૦૦ ઘોડેસ્વાર સાથે દિવાનની સામે મોકલ્યા. તેઓ કેશોદ મુકામે તેમને મળ્યા. તેઓ સૌ ઘેરાઇને પાધરેથી નીકળતાં, દાજીભાઇને ખબર થઈ તેણે દેવાભાઈને, પ્રાગાશેઠને અને વાસણછ મહેતાને પાધર મોકલી દિવાનને ગામમાં તેડાવ્યા. ત્યાં બે રાત્રી રાખી ગીરાશ આપી ધોરાજીમાં રહેવાનો આગ્રહ કર્યો. એટલે રણછોડજીએ કહ્યું કે “તમે તે ઘર છો, પણ નગરનાં માણસ અગાઉથી સામાં આવ્યા અને હું ત્યાં ન જાઉં તો ભુડે લાગું.” એટલે દાજીભાઈએ સૌને પહેરામણી કરી. વિદાય આપી. તેટલામાં મહેતા દલપતરામને બાંહેધરીમાં નવાબને સેપેલ તે ધોરાજી આવી મળ્યા. તેથી ત્રણે ભાઈઓ પિતાના કુટુંબ સાથે જામ-કારણે ગયા ત્યાં એકમાસ તેઓ રોકાયા. પછી મેરૂખવાસે દિવાન રણછોડજીને નગર તેડાવી જામસાહેબની સલામ કરાવી પડધરી પરગણું . તથા આટકોટ પરગણાંના કેટલાક ગામો જાગીરમાં આપી, નગરમાં મકાન આપી રાખ્યા. ઠા. શ્રી દાજીભાઈ આગળ વાસણજી મહેતે કરણુકારણ હતા. પરંતુ પ્રાગાશેઠે ખટપટ કરી, દાજીભાઈની ઇતરાજી કરાવી. તેથી વાસણજી મેતો પણ રીંસાઇ જામનગર ગયા, ત્યાં મેરૂખવાસે તેમને ૧૦૦ ઘોડા અને ૨૦૦ પાળાઓથી જામ-કંડોરણે થાણે રાખ્યા. તેમાં એવો ઠરાવ કર્યો કે “સ્વારો, પાયદળો અને મહેતાની છવાઈ વગેરેના બદલામાં કંડોરણું પરગણું મહેનો ખાય, માત્ર બારમાસે રૂપીઆ અગીઆર હજાર વાસણજી મહેતે જામસાહેબને આપે.” એ ઠરાવ થતાં મેતે પિતાના ભાઈ બુલાખીરામને કારણે રાખી પોતે મેરૂ પાસે જામનગર રહ્યા.-રાજપરાવાળા જામનગરના ચેરને સંઘરતા, તેથી મેરૂએ રાજપરા ઉપર મોટું લશ્કર લઈ ફચ કરી, તે સાથે વાસણછ મહેતા પણ હતા. મેટીઆ ગામે આવી પડાવ નાખે. મેરૂને વિચાર થયો કે “કદી ગાંડળ તેમના ભાયાતને (રાજપરાવાળા)ને મદદ કરશે તો? તો પણ તેની તાકાત કેટલી છે તે જણાશે કેમકે ભા' કુંભોજી ગુજરી ગયા છે. દાજીભાઈ છોકરૂં છે. વાસણજી મેતો આપણે ત્યાં નોકર છેએમ વિચારી દાજીભાઈને મળવા તેડાવ્યા. તેથી ઠા. શ્રી. દાજીભાઈ, પિતા સાથે પ્રાગોશેઠ, બામણીયાજી અને હદારજપુત આદી, ૫૦૦ જોડેસ્વાર સાથે મેટીએ મેરૂખવાસ પાસે આવ્યા. મેરૂખવાસ અને દાજીભાઈ કચેરીમાં બેઠા હતા. તેમાં વાતમાં વાત લાવી, મેરૂખવાસ ચકાસણી કરતાં બોલ્યા કે “દાજીભાઈ ઠાકર) તમે આખો દિવસ દારૂ પીધા પછી દુરાચારી વર્તણુંક કરો છો, અને દરબારગઢમાં પડયા રહે છે, માથે કુંભાજી જેવા મુરબ્બી ઉઠી ગયાં છે. કોઈ દુશ્મન મુલક ખંખેરી જાશે.” આ વાત સાંભળી દાજીભાઈ દબાઈ ગયા. તેમજ પ્રાગશેઠ વગેરે મટામેટાં પાઘડાં બાંધી, ગંડળના ઘણાં માણસો બેઠા હતા. તેમાં મેરે સામો પ્રત્યુત્તર વાળવાની કોઈની હિંમત હાલી નહિં, બધા નીચું ઘાલી બેસી રહ્યા. આ શબ્દો મેતા વાસણછ બુચથી સહન નહિં. થતાં
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy