________________
૧૧૨ શ્રીયદુવંશપ્રકાશ.
[वितिय આસો માસમાં એક સો માણસોનો જમાવ કરી કેવદ્રા થાણે રહેતા, કેટલાક સીપાઈઓને મારી નાખી કિલે હાથ કર્યો. તે ખબર ગેંડળ થતાં, ઠાકારશ્રી દેવાછ વાસણજી મહેતા સાથે ચઢી, મોટી મારડગામે જઈ ઢાલ ઉભી કરીલશ્કર ભેળું કરવા માંડયું. જુનાગઢ આરબના જમાદારને પત્ર લખીને એકહજાર આરબને બોલાવ્યા. તેમજ પરગણામાંથી બે હજાર પાળા અને ૧૫૦૦ સ્વારોનું લશ્કર ઉભું કર્યું. અને જામનગરથી મોતીમેત(મોતી શામળજી બુચ) વાસણુજીના પત્રથી સખાતે આવ્યા સૌએ મળી કેવદ્રા ઉપર કૂચ કરી. રસ્તામાં કેશોદ તથા મવાણને લુંટી કેવદ્રાને પાદર પડાવ નાખ્યો. કેવદ્રાના કિલ્લામાં કાકાભાઈ રાયજાદાએ પણ પંદરસો માણસોનો મેળ કર્યો હતો. અને પાદરમાં પાંચ જગ્યાએ મોરચા બાંધી એકેક નાની તપ અને બસ બસો માણસો ગોઠવી પાંચસો માણસો સાથે પોતે દરબારગઢમાં રહેલ, વાસણજી મહેતે ઠા. શ્રી. દેવાજીને કેવદ્રાથી અરમાઈલ દૂર એક વાડીએ બસે માણસેથી રાખ્યા અને કહ્યું કે “આપ અહિં બેઠા જુઓ, અને ભા'નાં કરમ લડશે.” એમ કહી વાસણછ મહેતે અને મોતીહેતે કેવદ્રા ઉપર હલ્લો કર્યો. ત્યાં સામીબાજુથી તાપ બંદુકે છુટી તેને બચાવ કરી એકદમ હલાં કરી, ભેટભેટાં થઈ જઈને તલવાર ચાલતી કરી. ત્યાં કેવદ્રાના માણસો ભાગવા માંડયા. એટલે મહેતો તે હાથ કરી ગામમાં દાખલ થયા. કાકાભાઈ દરબારગઢમાં ભરાઈ બેઠા. અને વાસણુછ ચોરે બેઠા. તેટલામાં મોતીમેતે બીજી તરફના મોરચા
द्वारामतिमां जनने वसाव्या । अंते बधा जादवने मराव्या ॥ ओखा तणो नंदन 'वज्रनाभ' । तेने मळ्यो त्यां नृपगादी लाभ ॥ २ ॥ तेना पछी भुप थया अपार । कहुं बधा तो बहु थाय वार ॥ भुपो थया गोंडळ गादी केरा । तेमां हरिभक्त भला घणेरा ॥ ३ ॥ कुंभोजी जे गोंडळ गादी केरा । स्वामि थया सजन ते घणेरा ॥ बे पुत्र तेना सद्बुद्धि धाम । संग्राम सांगोजी पवित्र नाम ॥ ४ ॥ संग्रामजीने मळी गादी ज्यारे । सुकोटडा गाम सुखेथी त्यारे ॥ सांगाजीने स्नेहसहित दीधुं । पोते सुखे श्रेष्ट स्वराज्य लीधुं ॥ ५ ॥ हालोजी संग्रामतणा सुपुत्र । तेणे वधार्यु वळी राजतंत्र ॥ कुंभोजी हालाजी तणा कुमार । पराक्रमी तेह थया अपार ॥ ६ ॥ सुण्याथी जेनुं शुरवीर नामे । सौराष्ट्रना सौ नृप त्रास पामे ॥ शत्रुनी सामे नीजशस्त्र धार्यु । पोतातणुं राज्य घणुं वधार्यु ॥ ७ ॥ ते भीमने अर्जुननी समान । पाम्यो पुरुं शुरपणानुं मान ॥ प्रजाबधी पुत्रसमान पाळी । कुदृष्टीयें तो न पर स्त्री भाळी ॥ ८ ॥ दातार, झुंझार, गणाय एवो । नहिं बीजो कोइ कुंभाजी जेवो ॥ कुंभो सदा सदगुणनोज कुंभ । कुंभ थयो एकज आम थंभ ॥ ९ ॥ कुंभो दीसे दुर्जननोज काळ । कुंभो गणे लोक गरीब पाळ ॥ कुंभाजीनो पुत्र पवित्र सारो । संग्राम संग्रामसु जीतनारो ॥१०॥ ૧. ઓખાના પુત્ર વજનાભને યાદવાસ્થળીને અંતે ગાદી મળી.