SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળ] લેધીકા તાલુકાનો ઇતિહાસ. તેઓ નામદારશ્રીને ત્રણ કૂમાર હતા તેમાં પાટવિ કુમારશ્રી હરિ હજી ગાદીએ આ વ્યા અને કુશ્રી માધવસિંહજી તથા શ્રી નારસિંહજીને ભીંચરી ગામે ગીરાસ મળ્યો જેમાંના કુશ્રી નારસિંહજી હાલ વિદ્યમાન છે. તેઓશ્રી પણ પરમ ભક્તરાજ છે અને ચારેય ધામની યાત્રા કરી આવેલ છે. સ્વામિનારાયણ પંથ કેણે ચલાય? કેટલાએક ભોળા લેકે એમ બોલે છે કે, મુક્તાનંદ સ્વામિ, બ્રહ્માનં સ્વામિ, ગોપાળાનંદ સ્વામિ તથા નિત્યાનંદ સ્વામિ એ ચાર પંડિતોએ મળી, સંપીને સ્વામિનારાયણને ઈશ્વરરૂપ ઠરાવ્યા અને ધર્મ ચલાવ્યું. પણ એ વાત અમારાથી મનાતી નથી, કેમકે.. ગુરૂ થવું અને સાહેબી ભોગવવી તે સૌને ગમે છે, પણ ચેલા થઈને ગુલામગીરી ભોગવવી કોઈને ગમે નહિં. પાલખીમાં બેસવું સૌને ગમે પણ ઉપાડવાનું ગમે નહિં. તે સ્વામિનારાયણ પાલખીમાં બેસતા હતા. રાજાઓના દરબારમાં ભાતભાતના ભોજન જમતા હતા, અને ઉપર લખેલા તેમના પંડિત સાધુઓ અલરી પહેરીને ઉઘાડે માથે પગમાં જોડા વગર ઘેર ઘેર ફરીને ટુકડા માગી ખાતા હતા, સ્વામિનારાયણનું ભજન કરતા હતા. તથા કાને પણ તેમનું ભજન કરવાનો ઉપદેશ કરતા હતા. વળી કોઈ વખતે સ્વામિનારાયણે એવી આજ્ઞા કરી કે તમારે વસ્તિમાં રાતવાસો રહવું નહિ, પણ વગડામાં છુટા છુટા ઝાડ હેઠે પડી રહેવું, તો તે આશા પ્રમાણે પણ સાધુઓ ચાલતા હતા. અત્યારે પણ મંદવાડ વગર સાધુઓને ખાટલામાં સુવાની રજા નથી. ગમે તેવી ટાઢ હોય પણ બંડી કે ડગલી પહેરાય નહિં. એવું. દુઃખ જે તેઓ સ્વામિનારાયણનો મહિમા ન જાણતા હોય તો શા માટે વડે ? પ્રતિપક્ષીઓ ઘણું વેર રાખતા હતા. તે માટે કેટલાએક કાઠીઓ, રજપૂતા, અને ઠાકરડાઓ હથી આરબંધ થઈને સ્વામિનારાયણની સાથે ફરતા હતા. અમદાવાદમાં લંગર બાવાને અખાડે હતો. તેમાં કેટલાક વેરાગીઓ હથિઆરબંધ રહેતા હતા. તેઓ સ્વામિનારાયણ ઉપર ઘણું વેર રાખતા હતા. તેઓએ સ્વામિનારાયણના સાધુઓ ટુકડા માગી ખાતા તેમને પકડી ખુબ માર માર્યો તે સમે ત્યાં પેશ્વાની તરફને સુબો રહેતો હતો, તેની આગળ સત્સંગીઓએ જઈને ફરીઆદ કરી, ત્યારે સુબાએ એવો જવાબ દીધો કે “એતો ગાયે ગાવું લડી તેમાં અમે શું કરીએ?” તે પછી એક વખત સ્વામિનારાયણ અમદાવાદ ગયા અને શહેર બહાર ખોખરા મહેમદાબાદ કરીને પરું છે ત્યાં ઉતર્યા. તેઓને મારવા સારૂ લલંગર બાવો હથિઆર લઈને પોતાની જમાત સાથે ગયો. તે વખતે સ્વામિનારાયણ સાથે રજપૂત અને ગરાશીઆ હતા. તેઓ વેરાગીઓની સામા લડયા. તેમાં એક બે વેરાગીનાં ખૂન થયાં અને રજપૂતો ઘાયલ થયા. એજ રીતે મેઘપુરમાં પણ એક માણસનું ખુન થયું. કરીઆણીમાં, જેતલપુરમાં અને બીજે ઠેકાણે મોટા મોટા યજ્ઞ કરીને હજારો બ્રાહ્મણોને સ્વામિનારાયણે જમાડયા હતા, જેતલપુરમાં બ્રાહ્મણોને જમાડયા પછી સભા ભરીને વામમાર્ગનું ખંડન કર્યું તેથી વામમાગીઓ અતિશય દાઝે બળવા લાગ્યા. અને પેશ્વાના સુબાને અમદાવાદમાં જઈને ઉશ્કેર્યા કે “સ્વામિનારાયણ પાખંડ ચલાવે છે, માટે તેને શહેરમાં પેસવા દેવા નહિં.” પછી જ્યારે સ્વામિનારાયણ અમદાવાદમાં ગયા, ત્યારે સુબાએ છડીદારને મોકલી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy