________________
શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ
(૬)ઠાકારશ્રી હરિસિંહજી 6. શ્રી અભયસિંહજી પછી પાટવી કુમાર હરિસિંહજી ગાદી ઉપર આવ્યા. તેઓશ્રીએ પિતાના પિતાશ્રીની ઉતર ક્રિયામાં સર્વ ભાયાતોને તેડાવી અતિ ઉતમ કારજ કર્યું હતું, ( અને કહેવાય છે કે એટલું બધું ઘી વાપર્યું હતું કે જે ઘી પૃથ્વી ઉપર ઢોળાતાં માણસે લપસી પડ્યાં હતાં. તે કારજ પછી રાજકોટ ગ્રેવીસી અને સ્ત્રી વર્ગને કારજમાં તેડાવાનો પ્રતિબંધ થયો હતો ) તેઓ નામદારશ્રી પણ પિતાના પિતાની માફક સ્વામીનારાયણ સંપ્રદાયમાં હતા. તેઓએ ગાદીએ બિરાજી પોતાના દરેક ગામમાં દરબારી ઉતાર ચણવ્યા હતા.
કહાવ્યું કે “જ્યાં સુધી પેશ્વાનું રાજ્ય રહે, ત્યાં સુધી તમારે અમદાવાદમાં પેસવું નહિ. હાલને હાલ તમે અમદાવાદમાંથી જાઓ પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા.
-: સત્સંગીઓની દઢતા :સ્વામિનારાયણનો સત્સંગ છોડાવવાને કેટલાએકને તો નાતે જ્ઞાતિ બહાર કાઢયા, તોપ તેણે તે ધર્મ છેડે નહિ. કોઈ માબાપે દિકરાને ઘરમાંથી કાઢી મુકો, તો કોઈ દીકરાએ માબાપને તન્યાં, પણ સત્સંગ ત્યજ્યો નહિં. કેઈ પુરૂષ સત્સંગી થવાથી તેની સ્ત્રી રીસાઇને પીયર જતી રહી, તે ફરીથી આવીજ નહિંકેઈ નાની ઉંમરની બાઈ સત્સંગી થઈ, તેથી સાસરીઆએ તેને તેડીજ નહિં. તોતે બાઈએ ચુડ અને એટલે કાઢી નાખી વિધવા અવસ્થામાં રહીને સ્વામિનારાયણનું ભજન કર્યું. કેટલાક શેઠેએ ગુમાસ્તાને કાઢી મુકયા. કેટલાએક મહેતાજીઓની ગામઠી નિશાળો પ્રતિપક્ષીઓએ તોડી નાખી, તો પણ તેમણે સત્સંગ છેડે નહિં. એવા કલેશથી કેટલાએક સંસાર ત્યજીને સ્વામિનારાયણના સાધૂ થયા અને બ્રાહ્મણો હતા તે બ્રહ્મચારી થઈ ગયા, પણ ધર્મ છોડયો નહિ. છેલ્લીવારે સંવત ૧૯૦૪ની સાલમાં ગુજરાતમાં ગામો ગામ વાણિઆ વગેરેની નાતોમાં ઘણો કલેશ ઉપજ્યો અને સગો મરી જાય તેને બાળવા સ્મશાનમાં પણ જતા નહિ, એ કલેશ નજરે જોનારા અદ્યાપિ હયાત છે. કેાઈ રાજાએ ગામમાંથી કાઢી મુક્યા તો ગામ છોડીને ગયા પણ ધર્મ છોડયો નહિં. જેમ તુંબડીને પાણીમાં વધારે નીચે દાબે તેમ વધારે ઉંચી ઉછળે, તેમ પ્રતીપક્ષીઓએ સ્વામિનારાયણના ધર્મને દબાવી દેવા સારૂ વધારે હરકતો કરી, તેમ તેમ તે ધર્મ વધારે જોરથી ફેલાવા લાગ્યો. ઢેડ, વાઘરી, મોચી, દરજી, કેળીથી તે ઘણું દક્ષિણી, મહારાષ્ટ્ર નારૂપંથનાના આદિ કે તથા શિઆણી ( લીંબડી સ્ટેટ )ના શીવરામ ભટ્ટ જેવા મોટા શાસ્ત્રી, જેણે સંસાર ત્યજી બ્રહ્મચારી થઈને અખંડાનંદ નામ ધરાવ્યું તે તથા વિસનગરના નાગર અગ્નિહોત્રી, ગાયકવાડના ચંકારામ શાસ્ત્રી, શોભારામ શાસ્ત્રી તથા કેટલાક વડનગરા નાગર ગૃહસ્થ સ્વામિનારાયણના શિષ્ય થયા. સુરતના પારસી કેટવાળ અરદેશરજી જે અંગ્રેજી તથા ફારસી ભણેલા, જેણે સરકારી નોકરીમાં ખુબ આબરૂ મેળવેલી અને સરકારે જેને ખાનબહાદુરનો ઇલકાબ અને ચાર ગામ બક્ષીસ આપેલાં તેઓ સ્વામિનારાયણના અનન્ય શિષ્ય થયા. જયારે સ્વામિનારાયણ સુરતમાં પધાર્યા ત્યારે અરદેશર કેટવાળે પિતાને ઘેર પધરામણી કરી હતી. અને સુરતમાં ૧૦-૧૨ દિવસ રહીને જ્યારે ચાલ્યા