SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતિયખંડ અભયસિંહજીએ બંદુક મંદિર બહાર મેલી, ઠાકોરજીના દર્શન કરી, સ. ગુ. ગોપાળાનંદ સ્વામિના ચરણાવિંદમાં મસ્તક નમાવ્યું. અને સ્વામિએ કુ. શ્રીના વાંસા ઉપર પોતાના બંને હાથ મેલી, વાંસે થાભડી “ આ મહા ભકતરાજ છે ” તેમ કહી વર આપે. બસ ત્યારથી જ એ કુ શ્રીના વિચારો બદલાયા, તે દહાડે બંદુક છેડી, તે દેહપર્વત છેડી. સદ્દગરના પંજાથી તેઓને દિલ રંગાયું. અને ભવિષ્યમાં તેઓ એકાંતિક ભકતરાજ થયા. ઠાકે શ્રી જીભાઈને બધે રાજકારભાર પિતે સંભાળ્યો અને રાજનીતિ પ્રમાણે ધર્મ સહવર્તમાન પાળી, વૃદ્ધ પિતાની અંતિમ આશિષ લીધી. ઠારશ્રી જીભાઈ એથી દિલમાં ખુશ થયા. અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ અક્ષર નિવાસી થયા. (૫) ઠા, શ્રી. અભયસિંહજી (રાજનષિ) ઠા. શ્રી. અભયસિંહજીએ લોધીકાની ગાદીએ બિરાજી વસ્તિ તરફ પ્રેમ બતાવી પ્રજાને ઘણે જ ચાહ મેળવ્યો હતો. અને તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હતા. સ. ગુ. ગોપાળાનંદસ્વામિની કૃપાથી તેઓશ્રી છ કલાક ધ્યાનમાં બેસતા, [મન ઈદ્રિયને નિગ્રહ કરી, પવાસન વાળી, આત્મ સ્વરૂપે થઈ પરમાત્માની મુર્તિ સાથે જોડાતા] તેમજ સ.ગુ. ગુણાતિતાનંદ સ્વામિના સમાગમથી તેઓશ્રી સર્વોત્તમ જ્ઞાન મેળવી એકાંતિકપણને પામ્યા હતા, એમના જીવનમાં બે પ્રસંગે એવા બન્યા હતા, કે જે ધર્મની ટેક છોડાવે; પરંતુ સદ્દ ગુરૂના પૂર્ણ કૃપાપાત્ર હોવાથી તેઓ તે બને વિકટ પ્રસંગમાં પિતાની ધર્મ-ટેક જાળવી શકયા હતા. તે બન્ને બનાવો નીચે મુજબ છે – [] એક વખતે વિજ્યાદસમીને દહાડે તેઓશ્રી જામનગરમાં ગયા હતા. અને રાજ્ય કાર્ય સંબંધે તેઓશ્રી જમશ્રી વિભાજીની કચેરીમાં ગયા. તે વખતે ત્યાં દારૂની મનવાર ચાલતી હતી. તેથી રાઘવ ખવાસે (વછર) ઠા. શ્રી. અભયસિંહજીને મદાપાન કરવા વિનંતિ કરી. પણ અભયસિંહજીના હાથમાં માળા હતી તે લઈ કહ્યું કે “મારે દારૂ પીવાનું નિયમ (ત) છે.” એમ કહી દારૂ પીધે નહિં. તેથી રાઘવ વજીરને ઘણું જ ખોટું લાગ્યું, અને જામથી વિભાજીને કહ્યું કે “આપશ્રીના ભાયાત છે, વળી તાલુકદાર છે, તે કાંઈ અમારા જેવા ખવાસના હાથથી દારૂ પીએ? એ આપના હાથથી પીએ” તે સાંભળી જામશ્રી વિભાજીએ રત્નજડિત્ર સેનાની પ્યાલી મદિરાથી ભરી, ઠા. શ્રી અભયસિંહજી તરફ હાથ લંબાવ્યું. પરંતુ અભયસિંહજીએ પોતાની પ્રતિજ્ઞા કહી સંભળાવી. તેટલામાં કચેરી મંડળ બેલી ઉર્યું કે “અરે! ઠાકર આપ કોને હાથ પાછો ઠેલો છો? નવલખા હાલારને ધણી, પછમને પાદશાહ આપને આટલે આગ્રહ કરે છે, અને આપ તેને હાથ ઠેલે છે?” ઠા. શ્રી. અભયસિંહજીને ધર્મસંકટ થયું. ત્યાં વિચાર આવતાં તુરતજ પનાની ભેટમાથી રૂપાની મુઠવાળી કટારી કાઢી, જામશ્રી વિભાજી પાસે જઈ કહ્યું કે “બાપુ! આ જીભે દારૂ ન પીવાની મેં પ્રતિજ્ઞા કરી છે, પણ આપનો હાથ પાન ઠેલાય, માટે આ કટાર વડે મારા ગળામાં છેદ પાડી આપ પ્યાલી રેડીદ્યો. એટલે આપની વાત રહે અને મારી ટેક જળવાય. હું ક્ષત્રિય છું અને આપ ક્ષત્રિયના મુગટમણિ છે, તે પ્રતિજ્ઞાનું પાલન કરવું, કરાવવું એ આપણે ધર્મ છે.” એમ કહી જમણું હાથ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy