SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળા] લેાધીકા તાલુકાના તિહાસ. માંની માળા કાટમાં પહેરી, કટાર જામશ્રીના હાથમાં આપવા લાગ્યા, કે તુરતજ ઇશ્વરે જામ વિભાજીની વૃત્તિ બદલાવી અને દારૂની પ્યાલી ઢાળી નાખી ખેલ્યા “અરે! અરે! આતા ભકતરાજ છે, તેમનું નિયમ ભંગાવાય? ભંગાવાય?” એવી અભયસિહુજીની દૃઢતાથી સ કચેરી–જના આશ્ચર્ય પામ્યા અને ઈશ્વરે તેઓની ટેક જાળવી. .. (૨) ગિરાસ–ચાસના કામમાં એક વખત રાજકાટથી પ્રાંતસાહેબ લેાધીકા મુકામે ક્રેસ ચલાવવા આવેલ બન્ને પક્ષના વકીલ, એરીસ્ટા, અને અસેશા હાજર હતા. સવારે આઠવાગ્યે સુકમા નીકળ્યા. ડાક્રારશ્રી અભયસિંહજીના સામા ભાગદાર તેવખતે ત્યાં હાજર હતા. પરંતુ ઠા. શ્રી. અભયસિંહજી તેા પ્રાતઃકાળથી ન્હા, સેવામાં બેસતા, તે છ કલાકના ધ્યાનવિધિ પૂર્ણ કરી પુજન ભજન કરી હુંમેશાં એક વાગ્યે જમતા, તેથી તે આવાગ્યે પ્રાંતસાહેબ પાસે આવી શકયા નહિ.. વિદ્ધ-પક્ષવાળાએ સાહેબને એવું સમજાવેલ કે અભયસિંહુજી અભિમાની છે. આપના હુકમને પણ માન આપે તેમ નથી. મનમુખી અને સ્વતંત્રપણે વતે છે.” કેસ ચલાવવાને વખત થતા સુધીમાં અભયસિંહજીની ગેરહાજરી હોવાથી તે યુરેપિયન અમલદારને તે વાત સાચી માનવામાં આવી, તેથી ૫૦ કારીનેા મેાસલ ઠા. શ્રી. અભયસિંહજીને ખેલાવવા મેકલ્યા. તે વખતે દરબારશ્રી ધ્યાનમાં બેઠેલા હાવાથી, કામદારે તે ૫૦) કારીની મેાસલાઇ ચુકવી આપી, ક્રી અધીકલાક પછી બીજો મેાસલ ૧૦૦) કારીતા આવ્યા ત્યારપછી એક તે રકમ પણ કામદારે ભરી આપી અને કહ્યું કે “દરખારશ્રી પુજામાં છે.” કલાર્કે ૧૫૦) કારીના ત્રીજો મેાસલ સાહેબે મેકક્લ્યા, તે વખતે પણ દરબારશ્રી ધ્યાનમાં હતા. તેમજ કામદારને કાયમના માટે દરબારશ્રીના ચાકખા હુકમ હતા કે “મારા રાજ્યકુટું’બમાં કાનું મરણ થાય, અથવા તે। દરબારગઢમાં અગ્નિ લાગે તેાપણુ મને ધ્યાનમાંથી જગાડવા નહિ. અને તે ક્રિયા યથાવિધિ તમારે જેમ ધટે તેમ કરી લેવી.'' ઉપરના ફરમાન મુજબ કામદારે આ પ્રસંગે પણ દરબારશ્રીને ધ્યાનમાંથી નહિં જગાડતાં ૧૫૦) કારી મેાસલાઇની ચુકવી આપી.—દરબારશ્રીના પુજાવિધિ પુર્ણ થતાં, મદિર ઉપરથી નીચે આવ્યા. ત્યારે કામદારે સઘળી વાત જણાવી અને ત્રણેય મેાસલની ચીઠીએ બતાવી. દરબારશ્રી તુરતજ કપડાં પહેરી જમ્યાવિના ગાડીમાં બેસી સાહેબ આગળ ગયા. અને કુટના કડીએ મેલી, સાહેબને પ્રભુપ્રસાદીને પુલવાર પહેરાવ્યેા. પ્રાંતસાહેબ ગુસ્સાથી ખેલ્યા કે “કયું દરબાર હંમેરા હુકમકા અપમાન કીયા?” દરબારશ્રીએ ખુલાસો કર્યો કે “હું હંમેશાં છ કલાક ખુદાની બંદગી કરૂ છું. તેથી મને આપના આવેલા મેાસલની ખબર નથી. કારણ કે હું બંદગીમાં હતા. હજી હું જમ્યા નથી. મને આપશ્રીના ખબર થયા કે તુરતજ આપ આગળ આવ્યા છેં. આમાં જરા પણ ખાટુ નથી. પુછે। અમારા ભાદારશ્રીને તેથી તે ભાગદારશ્રીએ તથા અન્ય જાણીતા શહેરીએએ ખાત્રી આપી જે દરખારશ્રી દરરાજ છ કલાક ધ્યાનમાં બેસે છે તે હકીકત ખરી છે.” સાહેબ તેથી ઘણાજ ખુશી થયેા. અને કાયમના માટે એક એવું ફરમાન લખી આપ્યું કે “લેાધીકા તાલુકદાર અભયસજીને, ગમે તેવું સરકારી કામ હાય તાપણુ કાઇ બ્રિટીશ અમલદારે અપેારના એક વાગ્યા સુધીમાં હાજર રહેવા ફરજ પાડવી નહિં. કેમકે તે દરરાજ એક વાગ્યા સુધી ખુદાની બંદગી કરેછે.” ઉપરનું ક્રૂરમાન પેાતાની સહી સિક્કો કરી દરબારશ્રીને આપ્યુ હતુ.. અને તેને અમલ દરબારશ્રીની હયાતી સુધી સ'પુર્ણ રીતે થયા હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy