SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળા] લેધીકા તાલુકાને ઇતિહાસ રૂપાભાઈ તથા અખાભાઈને ઠેબચડા ગામે ગીરાસ મળ્યો વિ - ૧૮૮૪) ૩ ઠાકરશ્રી અભેરાજજીને બે કુમારે હતા. તેમાં પાટવિકુમારશ્રી જશાજી ઉર્ફે જીભાઈ ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી ખોડાજીને ઠેબચડામાં ગીરાશ મળ્યો, (વિ. સં. ૧૯૦૪) એ (૪) ઠાશ્રી. જશાજી (બીજા) ઉર્ફે જીભાઇ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા. તેઓશ્રીને ધર્મો પદેશ કરનાર સ્વામિનારાયણના અગ્રગણ્ય શિષ્ય મહાન યોગીરાજ સ. ગુ. ગોપાળાનંદ સ્વામિ હતા એ સદ્દગુરૂની કૃપાથી તેઓને મોટી ઉંમરે એક કુમાર થયાહતા જેનું નામ કુ. શ્રી. અભયસિંહજી હતું. ઠાકોર શ્રી જીભાઈ પોતે ભકતરાજ હોવાથી અહોનિશ ભજનમાંજ મશગુલ રહેતા. તેથી યુવાન કુમારશ્રી અભયસિંહજી એ તકનો લાભ લઈ, ખરાબ પાસવાનોની સોબતથી, મૃગયા કરવાના છંદમાં પડયા હતા. તેમજ રાજદ્વારી બાબતમાં જરાપણું લક્ષ આપતા નહિં. ઠાકોરઠી જીભાઈને રાજ્યકાર્ય કરતાં ધર્મ કાર્ય પ્રધાન હતું, તેથી તેઓ કુ. શ્રીને વારંવાર ધર્મોપદેશ કરતા, પરંતુ અભયસિંહજીનું ચિત્ત તેમાં પણ લાગતું નહિં, વખતો વખત શિકાર ન કરવા અને એકાદશી આદિ વૃત્તો કરવા. ઠા. શ્રી. સુચના આપતા પરંતુ ખરાબ પાસવાનના સહવાસથી કુમારશ્રી ઉલટું કરવા લાગ્યા. - એકવખત એકાદશીને દહાડે ગિલેસ વતી સેંકડો ચકલાંઓ મારી તેની જીભ ખેંચી . કાઢી એક કાચના વાસણમાં લઈ, પોતાના પિતા ઠાકારશ્રી છબાઈને કહ્યું કે બાપુ! આજે હું એકાદશી રહ્યો ની રહ્યો છું. અને તેથી મારા માટે અને આપશ્રીના માટે કળાહાર લાવ્યો છું. એમ કહી ચકલાની છ બતાવી. ભકતરાજ જભાઈ બહુજ દિલગીર થયા. પરંતુ એકના એક લાડકવાયા યુવાન કુમારને શું કહે? આવા ધર્મિષ્ઠ રાજવિને એ દુખ કાંઈ ઘેડું ન હતું. તેજ અરસામાં પોતાના સદ્દગુરૂ સ્વામિત્રી ગપાળાનંદજી મેંગણી ગામે પધાર્યાના ખબર થયા. તેથી કુમારશ્રીને બોલાવી, પોતાની સાથે સ્વામિના દર્શને આવવા કહ્યું, પરંતુ અભયસિંહજી, “હું પાછળથી આવીશ” તેમ કહી, શિકાર કરવા ચડી ગયા. ઠાકારશ્રી જીભાઈ સિગરામમાં બેસી ત્યાંથી બે ગાઉ ઉપર આવેલ મેંગણી ગામે ગયા. ત્યાં જઈ સ્વામિનાં દર્શન કરતાં, દિલગિર થઈ ગયા. તેથી યોગમુતિ ગોપાળાનંદ સ્વામિએ દિલગીરીનું કારણ પુછ્યું, ઠા. શ્રી કહે “ સ્વામિ! છતે દિકરે નિર્વશ ગયા જેવું છે. અભયસિંહ પાપ બહુ કરે છે, ધર્મનીતિ કે રાજનીતિ શીખતો નથી, અત્યારે આપના દર્શને આવવા કહ્યું, પણ તે નહિં આવતાં, શિકારે ગયો.” તેવું કહી અતિ દિલગીર થઈ ગયા. સ્વામિએ આશ્વાસન આપી શ્રીજી મહારાજના મહિમાની વાતો સંભળાવી અને “અભયસિંહજી હમણું અહિં આવશે.” તેમ કહ્યું. શિકારમાં અભયસિંહજીનું ઘવાયેલું મૃગ મેંગણીની વાડીયોમાં આવ્યું. તેની પાછળ કુમારશ્રી દેડતે ઘોડે આવ્યા, પણ મૃગનો પત્તો લાગ્યો નહિં. બપોર થયા હતા. વાડીએ. જળપાન કરી પુછતાં જણાયું કે તે વાડી મેંગણુની છે. યોગીરાજની યોગ કળાના પ્રભાવે અભયસિંહજીની વૃત્તિ બદલાઈ ગઈ. અને “ બાપુ સ્વામિના દર્શનનું કહેતા હતા, માટે ચાલે ગામમાં જઈએ ” તેવું પાસવાનને કહી મેંગણીના મંદિરમાં શિકારી પોશાકે હથિઆરબંધ દાખલ થયા. યોગીરાજ ધ્યાનમાંથી જાગૃત થઈ ઠાકારશ્રી જીભાઈને કહેવા લાગ્યા. “દરબાર! અસિંહજી તે મુકત અને ભક્તરાજ છે, જુઓ આ આવ્યા,” સાંભળી ઠાકર ખુશી થયા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy