SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કળા] રાજકોટ સ્ટેટના ઇતિહાસ. ૪૫ પેાતાની હયાતિમાંજ ગુજરી ગયા હતા, બીજા વેરાજી તથા ત્રીજા તાઞાજીને ખાંભા, સમઢીઆળા અને સુકી સાજડીઆળી એ ત્રણ ગામે ગિરાસમાં આપ્યાં, ચેાથા કુંવર સુરાજીને પાડાસણુ અને અરધું કાથરોટું જાગીરમાં આપ્યુ, પાંચમા કુંવર વિસાજી સરધારથી ત્રણ ગાઉ ઉપર આવેલા હળેડા ગામ ઉપર ૪૦૦ કાઠીઓએ ધાડ પાડયાનું સાંભળતાં તેઓની પાછળ ચડયા. અને જોસમાં અને જોસમાં તેમની પાછળ બહુ આઘે સુધી નીકળી ગયા. સરધારથી ૨૦ માઇલ ઉપર ગરણી—પાનસડા ગામની સીમમાં તેમને કાઠીએને ભેટા થયા. ત્યાં કાઠીએ સાથે ભયંકર યુદ્ધ થયું. તેમાં તે બહાદુરીથી લડતાં કામ આવ્યા, તે જગ્યા “વરતિ” કહેવાય છે. અને ત્યાં જસદણના જીવાપર ગામની સરહદ ઉપર તેમની રણખાંભી છે. એ સમયથી વિભાણી શાખાના જાડેજાએમાં એવા રીવાજ છે કે “ગાદીએ બેસનારે તથા પરણનારે તેમના પાળીયાની પૂજા કરવી જોઇએ.” તે કુમારશ્રી વિભાજીની સરધારમાં આવેલી બામણીયાજીની દેરીમાં તેમની જોડે સુરધન તરીકે સ્થાપના કરી છે. ઠાકારશ્રી લાખાજીની નબળાઇને લીધે તેમના કુંવર વેરાજી સરધાર પચાવી બેઠા હતા. તે કુટુંબ કલેશને લીધે ડકારશ્રી લાખાજી ધણા વખત જામનગરમાં રહેતા. અને ત્યાં (જામનગરમાં) વિ. સં. ૧૮૫૨માં સ્વગે સિધાવ્યા, તેના પછી તેએાના પાટવિ કુમારશ્રી મહેરામણજીને એ કુમારા હતા. તેમાં પાવિકુમાર રણમલજી ગાદીએ આવ્યા. અને નાના કુમાર દાદાજી કારભારૂં કરતા હતા. (૯) ઠાકેારશ્રી રણમલજી (બીજા) (સંવત ૧૮૫૨ થી ૧૮૮૧=૨૯ વર્ષ) ઠાકારશ્રી રણમલજીનું બીજું નામ ભાભાજી હતું. તેઓ પવિત્ર અને ધનિષ્ટ હતા. હમણાં સુધી લેાકેા તેમની ગાદીને “અમુક અડણુ દુર ચશે તે। શ્રીફળ વધેરીશ.” એમ માનતા કરતા, તેમના કાકા વેરાજી જે હાક્રાર લાખાજીના વખતમાંજ સરધારની ગાદીએ બેઠા હતા. તેમણે ઠાકાર રહુમલજીને લશ્કરને પગાર ચુકવવા કેટલુંક નાણું ધીરેલું હતું. તેથી તેએ સરધારા કબજો સ્વતંત્રરીતે ભાગવતા હતા. વિ. સં. ૧૮૬૦માં વડાદરેથી બાબાજી આપાજી કાઠિયાવાડમાં ખંડણી ઉધરાવવા આવ્યા. ગાયકવાડી લશ્કરે ખેતરમાં ઉભેલા મેલને બહુજ નુકશાન કર્યું. કેટલાંક નાનાં ગામડામાં આગ લગાડી લેાકેાને હેરાન કર્યા, અને દરસાલ કરતાં બમણી ત્રણગણી ખંડણી ઉઘરાવી રાજ્યની પૈસા સબધી સ્થિતિ નબળી કરી નાખી. તે પછી ખીજે વર્ષે ગાયકવાડ સરકારની વતી રણછેાડજી દિવાને ખંડણી ઉધરાવી. વિ. સ. ૧૮૬૪માં વડાદરાના રેસીડન્ટ ક`લવેાકર બાબાજી સાથે ગાયકવાડની ખંડણી નક્કી વરવા કાઠીઆવાડમાં આવ્યા. અને મેારખી તાબાનું ઘુંટુ ગામે મુકામ કરી કાઠીઆવાડના રાજાએ ઉપર દેશનું અંધેર મટાડી સારે। કારભાર ચલાવવાના હેતુથી પત્ર લખી દરેક રાજાના વકીલને પેાતાની છાવણીમાં તેડાવ્યા. વખતે રાજકાટમાં રણમલજી અને સરધારમાં રણમલજીના કાકાવેરેાજી સત્તા ચલાવતા હતા. વ્યાજબી રીતે સરધાર રણમલજીના તાબાનું પરગણું હતું. પણ વેરાજીએ સરધારથી પેાતાના જુદા વકીલ કલ વાકરની છાવણીમાં માકલ્યા. મરડાના જોર જીલ્મથી વધી ગયેલી રાજકાટ સરધારની ખંડણીમાં કૅલ વારે કેટલીક ફ્રુટ મુકી. રાજકૈાટની જમા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy