SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યદુવશ પ્રકાશ माळीए हो मृगांनेणी बेठी शत्र शाळी मांय ॥ हेमरे जाळीप कढी शाहजादी હાથ ||ી करी बात अस्त्रीआत अणी भात नथें कणी ॥ जरी जाळीआमां तरी जोवे झांख झांख ॥ शात्रवाका हीया बीच सासरी करी तें जेसा ॥ इशरी नीशरी के ना तीसरी शी आंख. ॥४॥ દ્વિતિયખડ] અ:—યુદ્ધકળામાં અતિ સમ હે લાંગા ! આટલા દિવસ તેં કમરમાં કટારી બાંધી એ આજે સાક થયું, આજ બરાબર સગ્રામને વખતેજ એને તે ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સાંસરી બહાર નીકળીને તારી અજબ સુવ જડીત એ ધારી કટારી કેમ જાણે પેાતાના પરાક્રમનું નામ માગતી હાય એવા દેખાવ થયા. તારી કટારી કેવી? જાણે અઢી અક્ષરને મારણ મંત્ર જાણે જમની દાઢ! તારો સ્વામી ધમ સાંચવવા તેં એને શત્રુની છાતીમાં ધેાંચીને આરપાર કાઢી, અને પછી જ્યારે લાલ લાહીથી તરોળ બનાવીને તે એને પાછી ખેંચીને બહાર કાઢી ત્યારે એ કૅથી દીસતી હતી? જાણે હાળી રમીને લાલરંગમાં તરખેઠળ બનેલી બાદશાહની કાઈ હુરમ બહાર નીકળી. કેવી! કેવી એ કટારી! અહા, જાણે અષાઢ માસની વીજળી આકાશમાંથી ઉતરી હાય અને લાહીથી રંગાઈને જ્યારે એ આરપાર દેખાઈ, ત્યારે એવું લાગે કે કેમ જાણે કઇ મહેલને ઝરૂખે બેઠેલી મૃગ-નયની શાહજાદીયે લાલ હીરાથી જડેલા નખવાળા પેાતાને હાથ સેાનાના જાળીયામાંથી બહાર કાઢ્યા હાય. બીજા કાષ્ટથી ન બને તેવી વાત આજે તે કરી, ફરીવાર કેવી લાગે છે. એ કટારી જાણે જાળીયામાં બેઠી બેઠી કાઇ રમણી જરી જરી ઝાંખું ઝાંખું નીરખતી હોય પતિની વાટ જોતી હાય અહા જેસા! એમાનાં એકેય જેવી નહીં. પણ એ તે શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી. ઠાકારશ્રી મહેરામણુજીને કવિતાનેા ધણાજ શેખ હતા. તેમજ તે પણ વિદ્વાનકવિ હતા. તેમણે ‘પ્રવિણસાગર’ નામના ચોરાશી હેરો (પ્રકરણવાળા) હિંદી ભાષામાં એક મહાન ગ્રંથ રચ્યા છે. એ લાકપ્રિયકાવ્ય પ્રેમ તત્વથી ભરેલાં છે. તે ગ્રંથમાં અશ્વવિદ્યા, જ્યાતિષવિદ્યા, વૈદ્યવિદ્યા, યેાગવિદ્યા, સન્યાસી ધર્મ વગેરે કેટલીક ઉપયોગી બાબા સાથે કાવ્યના રસ અલંકારાદિને પણ સમાવેશ કર્યો છે. તેએ સાત કિમિત્રા હતા. જેમાંના એક ચારણુ (જેસાલાંગા) અને ખીજા જૈનમુનિ (જીવવિજયજી તે જ્ઞાતે ચારણ હતા) મુખ્ય હતા. ડાકારશ્રી મહેરામણજી વિ. સં. ૧૮૫૦માં પેાતાના પિતાશ્રી ઠાકૈાર લાખાજીની હયાતિમાંજ ગુજરી ગયા હતા. મહેરામણુજીના મરછુ પછી ઠાકોરશ્રી લાખાજીએ રાજ્યની લગામ ફરી હાથમાં લીધી. પણ સુખેથી રાજ્ય કર્યું" નહિં. ઠાકોર લાખાજીને પાંચ કુંવરા હતા. તેમાં (૧) ઠા, મહેરામણજી * એને શંકરને! મહામત્ર કહેવાય છે. એ મંત્ર ચંડી'માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય, એવું માનવામાં આવે છે,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy