SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યદુવંશ પ્રકાશ દ્વિતિયખંડ] રૂ. ૧૭,૦૧૩ની હતી તે ઘટાડી રૂા. ૧૪,૫૦૦ની કરી. અને સરધારની જમા રૂા. ૧૧,પ૬૦ની ઠરી. તે ઠરાવ ૧૦ વર્ષ સુધી દરેક વર્ષને માટે થયો. કર્નલ વોકરે રાજકોટમાં રણમલજીને અને સરધારમાં વેરાઇને કાયમ કર્યા. અને તેથી બન્ને તાલુકા સ્વતંત્ર તાલુકા ઠર્યા. વિ. સ. ૧૮૬૪માં કર્નલ વેકર રાજકોટ આવ્યો, ત્યારે તેણે પોતાના રિપોર્ટમાં સરકારને જણાવ્યું કે “સરધાર તાલુકા તળે ૭૦૦ ગામ હતાં. પણ તે મિલ્કત ભાયાતોમાં વહેંચાઈ જવાથી, અને કુટુંબ કલેશથી તેમજ સરધારના મુસલમાની થાણુ સાથેના લાંબા વખતના ટંટાથી એ રાજવંશના કબજા ધીમે ધીમે ઘટતા ગયા છે. જો કે વ્યાજબી રીતે સરધાર તેમની બેઠક (ગાદી) ગણાય છે. તે પણ રાજકોટમાં તેઓના લાંબા વખતના નિવાસને લીધે, રાજકેટવાળા એ નામે તેઓ સાધારણ રીતે ઓળખાય છે.” ઉપરને રિપોર્ટ થયા પછી થોડા વખત પછી ઠાકોરથી રણમલજીએ ગાયકવાડ તથા કંપની સરકારના અધિકારીને વિદીત કર્યું કે સરધાર ઉપર વ્યાજબી રીતે મારો હક છે. અને વેરાજીને સરધારમાં કાયમ કરવામાં કર્નલ વકરે મારી હકિકત ધ્યાનમાં લીધી નથી. આ ઉપરથી વિ. સં. ૧૮૬૯માં કેપ્ટન બ્લેન્ટાઇને વેરાજીને સરધાર છોડી પોતાના ગિરાસ ખાંભામાં જઈ રહેવાને ફરમાન કર્યું. તેથી તેઓ સરધાર છોડી ખાંભે જતા રહ્યા. એ રીતે કેપ્ટન બ્લેન્ટાઇનની મદદથી સરધાર રણમલજીને પાછું મળ્યું. ત્યારથી વહીવટમાં “સંસ્થાન રાજકેટ-સરધાર એમ લખાય છે. ઠાકોર રણમલજીના વખતમાં વિ. સં. ૧૮૬૯માં (ઓગણતરા નામનો) ભયંકર દુષ્કાળ પડયો હતો, અને એ દુષ્કાળમાં કાગળીયું એટલે મહામારીનો ઉપદ્રવ હતા. એ દેશના દુઃખ દાયક સમયમાં ચોરી લુંટફાટ પણ વધી પડી હતી. વિ. સં. ૧૮૭૬માં ગાયકવાડે અંગ્રેજ સરકારને ખંડણી ઉઘરાવી પિતાને હિસ્સો પહોંચતું કરવાનો કરાર લખી આપો. અને જુનાગઢની જોરતલબીનું પણ એમજ ઠયું. તેથી કાઠીઆવાડના સંસ્થાનોની ખંડણી નવેસરથી મુકરર કરવામાં આવી. તેમાં સંસ્થાન રાજકોટ-સરધારને ખંડણીનો આંકડો રૂપીઆ ૧૮,૯૯૧) ઠર્યો. અને જોરતલબીનો આંકડો રૂપીઆ ૨૩૩)ને ઠર્યો. એટલે એ પ્રમાણે રાજકેટ સંસ્થાનને કુલ રૂા. ૨૧,૩૨૧) અંગ્રેજ સરકારને ખંડણીના ભરવા પડે છે. વિ. સં. ૧૮૭૮માં અંગ્રેજ સરકારે કાઠીઆવાડમાં કાઠી તથા લશ્કરી છાવણી નાખવા માટે રાજકોટ શહેર પાસેની કેટલીક જમીન રૂ. ૨૮૦૦)નું વાર્ષિક ભાડું ઠરાવીને લીધી. અને રાજકેટમાં લશ્કરી છાવણી નાખી કાઠીઆવાડ એજન્સીની સ્થાપના કરી ઠાકારશ્રી રણમલજી સાયલાના કુંવરી જામબા તથા અંકેવાળીયાના કુંવરી અદીબા તથા મોગરના ઠાકરની કુંવરી મોટીબા સાથે પરણ્યા હતા. રણમલજીના વખતમાં રાજ્યનો કારભાર તેમના ભાઈ દાદાજી (સાંગાજી) કરતા તે પછી મેતા વાસણછ. તે પછી બાબા વસઈકર, તે પછી મોદી કેશવજી વિગેરેએ કારભાર કર્યો હતો. છેવટ દિવાન રણછોડજીએ રાજકોટ સ્ટેટ * દાદાજી (સાંગાજી)ને ઢોલરા નામનું ગામ ગિરાશમાં મળેલું પણ તેમના કુંવર વજાઇ નિરવંશ ગુજરી જતાં ટેલરા, રાજ્યમાં પાછું જેડાયું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy