SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [દ્વિતીયખંડ એ જાળીયા-દેવાણી–તાલુકાને કતિહાસ - આ તાલુકાની આસપાસ નવાનગર અને ધ્રોળ સ્ટેટની સરહદ આવેલી છે. તાલુકાનો વિસ્તાર આસરે ૩૬ ચો. માઈલ છે. સને ૧૯૨૧ના વસ્તિપત્રક મુજબ ૨૬૮૮ માણસની વસ્તિ છે. સરેરાશ વાર્ષિક ઉપજ આસરે રૂ. ૧૭૦૦૦ અને ખર્ચ રૂા, ૧૧૦૦૦નું છે. જાળીયા, જામનગર રેલવે લાઇન જે આ તાલુકાની હદમાંથી પસાર થાય છે તે ઉપરનું સ્ટેશન છે. આ તાલુકાની હદમાંથી કોઈ ઘેરી રસ્તે નીકળતો નથી. બ્રિટીશ રાજ્યની ખંડણીમાંથી આ તાલુકે મુકત છે પણ ગાયકવાડને પેશકસીના રૂ. ૧૧૮૧–૧૨–૦ અને જુનાગઢને જેર તલબીના રૂ. ૩૭૦) અપાય છે. કાઠીઆવાડના બીજા સ્ટેટની માફકજ આ તાલુકા સાથે શાહીસતાને કેલકરાર થયા છે. પ્રાચિન ઇતિહાસ આ તાલુકે ધ્રળ સ્ટેટની શાખા છે. ધ્રોળ ગાદી સ્થાપનાર ઠાકારશ્રી હરોળજીથી ત્રીજા ઠાકરશી બામણીયાજીના મારથી રવાંછને વિ. સં. ૧૬૬૮માં ૧૦ ગામ છવાઈમાં મળ્યાં. તેઓએ આ તાલુકે સ્થાપ્યો છે. (૧) ઠા. રવાજી પછી (૨) ઠા. ડુંગરજી ગાદીએ આવ્યા. અને તે પછી (૩) ઠા. કાંજી ગાદીએ આવ્યા. એ ઠાકારશ્રી કાયાંછના વખતમાં પિતાના (અથવા તો ધ્રોળના) કુંવરી પોરબંદર જેઠવારાણુને આપ્યાં હતાં. રાણાએ તે નવી રાણ પરણ્યા પછી નવીબંદર બાબીઓએ લઈ લીધું. તેથી જમાનામાં કહેવાવા લાગ્યું કે “નવી આવી અને નવી ગઈ” એ સાંભળી બાઈ ઘણો વખત અપશેષમાં રહેતાં. એક વખત રાજ્યમાં લગ્નપ્રસંગે • રાણાની બીજી રાણીઓને મામેરાં આવ્યાં. પરંતુ ધ્રોળથી મામેરું ન આવ્યું. તેથી સૌ હસવા લાગ્યાં. “કે નવી રાણીને મામેરૂં ન આવ્યું તે ઉપરથી બાઈએ કહ્યું કે “મારા મામેરીયાં સચવાય તેવાં નથી. છતાં પણ તેડાવું છું” એમ કહી કકેવી સાથે પિતાના દુઃખની તમામ વાત ઠા. કાંયાજીને લખી, એ ઉપરથી ધોળની મદદથી કાંજી આવ્યા, અને રિબંદરનું એક ગામ ભાંગી તેની માલ મિલ્કત લુંટી મામેરું મોકલાવ્યું. અને કાંયાજી પોરબંદર લુંટવા આવે છે તેવા ખબર હમેશાં આવવા લાગ્યા. તેથી ધોળદિવસે પોરબંદર અને છાંયાના દરવાજા બંધ થવા લાગ્યા, એ ઉપરથી એક કવિએ દુહો કહ્યો કે – ॥दोहा॥ पोर छायालगी, भागळ नत भिडाय ॥ दि छतां देवाय, कोप तीहारो कांयडा ॥ २ ॥ તે પછી (૪) રણમલજી ગાદીએ આવ્યા. અને (૫) ઠા. શ્રી દેવજી થયા. તે તે દેજને જમણો હાથ મોરબીના આયરો સાથેની લડાઈમાં કપાઈ જતાં, તે હાથને માટે બાંધવા માટે તેલ ઉનું થતું હતું. તે વખતે તેણે તેલના ઉકળતા કડાયામાં હાથ બળે અને તેથી તે હાથ સુકાઈ ગયો. તે પણ ત્યાર પછીના જેજે ધિંગાણું તેણે કર્યા, તે સર્વ યુદ્ધોમાં ડાબે હાથે જય મેળવ્યો હતો, તે વિષે એક કવિએ દુહો કહ્યો છે કે –
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy