SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કળ] જાળીયા તાલુકાને ઈતિહાસ. ॥दोहा॥ बबे कर तरवार, महेपत गीया मेली । ठुठे धर ठेली, डाबे लीधी देवडा ॥ १॥ એ ઠાકારશ્રી દેવાજીથી જાળીયા તાલુકે જાળીયા-દેવાણીનામે ઓળખાવા લાગ્યો. તે પછી (૬) ઠાકર કાંજી, (બીજા) (૭) ઠાકોર રણમલજી, (૮) ઠાકર મેડિજી અને ૯) ઠાકરશ્રી જસાજી ગાદીએ આવ્યા. તે ઠાકારશ્રી જસાજીના વખતમાં જ્યારે કંપની સરકારનું અને ગાયકવાડનું લશ્કર હાલારમાં આવ્યું, ત્યારે જાળયાના ઠાકરશ્રી જસાજી તેમની સાથે ચાલ્યા અને ઉત્તમ ભોમીયા તરીકે કામ બજાવ્યું. તે વખતે તેઓની મતલબ નવાનગરના જામ સામે રક્ષણ મેળવવાની હતી, કારણ કે નવાનગર સ્ટેટની તેના ગિરાસ ઉપર કરડી નજર હતી. પરંતુ સરકારની અને ગાયકવાડની મદદથી તેઓ નિર્ભય રહ્યા હતા. તે પછી (૧૦) ઠા. શ્રી કાંયાજી (૧૧) ઠા. શ્રી હાલાજી, (૧૨) ઠા. શ્રી માનસિંહજી અને (૧૩) ઠાકરશ્રી સુરસિંહજી ગાદી ઉપર આવ્યા. તેમને ભેજરાજજી નામના પાટવી કુમારશ્રી હતા. તે વખતના કુમારોમાં બુદ્ધિ ચાતુર્યમાં, ઉદરતામાં, અને ક્ષત્રિય ધર્મમાં તેઓ સર્વથી શ્રેષ્ટ હતા. અને નવાનગરના મહુમ મહારાજા જામથી સર રણજીતસિંહજી સાહેબના મુખ્ય એ. ડી. સી તરીકે તેઓ નામદાર ઘણું સન્માનથી રહેતા હતા. વિક્રમ સંવત ૧૯૭૫ના ઈન્ફલ્યુએન્ઝાની મહાન બિમારીમાં તેઓ શ્રી સ્વર્ગે સિધાવ્યા હતા તેઓ નામદારશ્રીના પાટવિકુમારશ્રી મહેબતસિંહજી સાહેબ હાલમાં ગાદી ઉ૫ર વિદ્યમાન તેઓશ્રીનો છે. જન્મ ૬ ઓગષ્ટ ૧૯૧ન્ના રોજ થયો છે. અને ૨૬ ઓકટોબર ૧૯૧૯ના રોજ ગાદીનશીન થયા છે. તેઓ નામદારે રાજકેટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો છે. અને તેઓશ્રીનાં લગ્ન લખતરનાં કુંવરી સાથે થયાં છે. આ તાલુકાને પાટવિકુમાર ગાદીએ આવવાનો રિવાજ છે, જદારી સત્તા, બે વર્ષ સખ્ત કેદ, અને ૨૦૦૦) રૂપીઆ દંડની, તથા દિવાની સત્તા રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાની આ તાલુકે ભોગવે છે. આ તાલુકામાં મેટી સંખ્યાનાં ભાયાતિગામો છે. જાળીયા તાલુકાનો ઈતિહાસ સંપૂર્ણ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy