SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ યદુવંશપ્રકાશ, પ્રથમખંડ બેડીબંદર છે. આ બંદર તેઓશ્રીના અથાગ શ્રમ અને ગંજાવર ખર્ચ એક નમુનેદાર સાથું અને સલામત બંદર બન્યું છે, અને ૧૯૦૭માં માલની આયાત ૨૬,૦૫૧ ટનની અને તેની કિંમત ફકત ૩ લાખ રૂપી હતી. જે વધીને ૧૯૩૧માં અનુક્રમે ૧,૫૨,૩૯૩ ટનની અને ૨ કરોડ. ૪૧ લાખ રૂપીઆ થઈ હતી. વેપારની આવી વૃદ્ધિના કટકટ ટાંકણે વિરમગામની પુનર લાઈન દેરીથી આપણું વધતી જતી આબાદી એકાએક અટકી પડી છે જે સ્થિતિ આશા છે કે લાંબો સમય રહેવા પામશે નહિ. વળી વિશેષમાં અત્યારે દુનિયાભરની સામાન્ય વેપાર મંદીએ પણ આપણું સ્થાનિક વેપાર ઉપર કંઈ થડી અસર કરી નથી. મારા પિતાશ્રી માફક હું મારી વેપારી પ્રજા માટે મગરૂર છું. આ સાહસિક પ્રજાજનોને હું કહેવા માગું છું કે તમારે હિંમત હારવી નહિં. આ આર્થિક ફન આપોઆપ વહ્યું જશે, આપણું બંદરના તકરારી સવાલ સંબંધમાં મમ મહારાજા સાહેબે જે અથાગ શ્રમ વેઠ છે તેનું પરિણામ અનુકુળ આવવા શરૂઆત થવા માંડી છે અને જે કે વેપાર ફરી સુધારવાની આશાઓ ચળતી ન દેખાતી હોય તે પણ તે સ્થિતિ પ્રભાત થતાં પહેલાંના અંધારા સરખી છે જે - હું તમારા લક્ષમાં મુકું છું. હું તે વેપાર ઉત્તેજના જે સગવડ તથા મારા પૂજ્ય પિતાશ્રીએ તમને આપી હતી તે તમામ હું ખુશીથી આપીશ અને હું આશા રાખું છું કે તમે જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે તમે જેમ તેઓશ્રી પાસે જતાં તેમ મારી પાસે આવશો. બંધ કરતાં પહેલાં જે બે વાતો રહી જાય છે તે મારે આહિં કહેવી જોઈએ. પ્રથમ તમામ રાજા મહારાજા સાહેબ, આ દેશના તેમજ પરદેશના તમામ ગૃહસ્થો કે જેમણે જાતે અગર તાર તથા પત્ર વ્યવહારથી મારા અને રાજ્યકુટુંબ પ્રત્યે જે અપૂર્વ સહાનુભૂતિ અને દિલસોજી દર્શાવ્યાં છે, તેમના માટે આભાર માનવો જોઈએ નામદાર વાયસરોય નામદાર શહેનશાહ, નામદાર પ્રીન્સ ઓફ વેલ્સ, નામદાર વાયસરોય સાહેબ અને મી. લેટીમર સાહેબનો હું ખરા દીલે જાનથી આભાર માનું છું અને ખાસ કરીને નામદાર વાઇસરોય સાહેબ અને નામદાર એજન્ટ ટુધી ગવર્નર જનરલ મી. લેટીમેરને તેમણે મને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરવા જે તત્પરતા દાખવી છે તે બદલ ખાસ આભાર માનું છું. આ તત્પરતાએ મારા રાજ્ય અમલના શરૂઆતના અને મુશ્કેલ દિવસોમાં ખરેખર સરળતા દેખીતી રીતે સ્થાપિત કરેલી છે. છેવટમાં હું તમને કહું છું કે મારા વહાલા પિતાશ્રીની માફકજ દરેક રીતે તમારા ઉપર રાજ્ય કરવાની મારી અભીલાષા છે આપ સર્વેની કે જેમને માટે તેઓશ્રી મગરૂર હતા તે કર્તવ્ય બુદ્ધિ રાજ્યભક્તિ અને વફાદારી પ્રત્યે મને સંપૂર્ણ ભરોસો છે. અહિ નવાનગરમાં આપણે રાજા અને પ્રજા એક કુટુંબરૂપે છીએ આપણા અરસપરસના સામાન્ય હિત જાળવવા એ મારું જીવનકાર્ય થશે, અને જેવી રીતે આપણે નવાનગરમાં સંપૂર્ણ પ્રેમ અને સદ્દભાવની ગાંઠથી બંધાયા છીએ તેવી રીતે નવાનગરનું રાજ્ય બ્રિટીશ સામ્રારાજ્ય સાથે બ્રિટીશ તાજ પ્રત્યેની ઉંડી અને સચોટ વફાદારીથી બંધાએલું છે. આ વફાદારી સંબંધે મારા મહુમ પિતાશ્રી મને એક ચળકતા અને મહાન આદર્શરૂપે રહેશે. પોતે દેવ થયા તે અગાઉ થોડા દિવસ પહેલાં જ બ્રિટીશ પારલામેન્ટમાં તેઓશ્રીને એક મહાન અજોડ બ્રિટીશ શહેરી તરીકે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy