SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ (પેડલી કળા) જામનગરને ઇતિહાસ ઘટાડો થવાથી અને હુંડીઓમણના ફેરફારથી ખેડુઓને જબ્બર ફટકે. લાગ્યો છે તેથી તેમને તેમના બોજામાં યથાશક્તિ રાહત આપવામાં મેં ઠરાવેલ છે. હું તેટલા માટે મહેસુલ વસુલાતમાં દર એક રૂપીએ ચાર આનાની (બે આના ગયા વર્ષના આકારમાંથી અને બે આના ચાલુ વર્ષના આકારમાંથી) માફી આપવા ફરમાન કરૂં છું. આ રકમ આશરે સાત લાખ રૂપીઆ જેટલી થશે. રાજ્ય તરફથી આવા મેટા બોગથી થોડે ઘણે અંશે ગરીબ વર્ગને રાહત મળે એમ હું ચોકસ માનું છું, હવે મહેમ વહાલા મહારાજા સાહેબે અન્ય જે જે વિશ્વમાં અતિ ઉત્સાહ ધરા હતો તેને હું ટુંકાણમાં ખ્યાલ આપું છું આ વિષયે પૈકીને એક મેડીક્લ ખાતું છે. સને ૧૯૦૭માં આ રાજ્યમાં એકજ હોસ્પીટલ અને ફકત નવ'દવાખાનાં હતાં, આજે ચાર હસ્પીલ અને ૩૦ દવાખાનાં છે. સને ૧૯૦૭માં રાજ્ય, તબીબી સગવડ અને સાધનો પાછળ ફકત અર્ધો લાખ રૂપીઆ વાપરતું હતું, આજે ચાર લાખ રૂપીઆ ઉપરાંત ખર્ચ કરે છે. મારા પૂજ્ય પિતાશ્રીએ જે મહાન અને લેકોપયોગી કાર્યો કર્યા છે. તેમાં તબીબી સગવડે સ્થાન મેળવ્યું છે, કેળવણીના વિષયમાં પણ તેઓશ્રીએ કરેલી પ્રગતિ પ્રશંસાપાત્ર છે. આખા રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક કેળવણી મફત આપવામાં આવે છે. સને ૧૯૦૭ અને ૧૩૩ દરમ્યાન સ્કૂલની સંખ્યા ૧૨૬થી ૨૬૪ સુધી વધી છે અને વિર્થીઓની સંખ્યા પણ ૯૦૦૦થી ૨૪૦૦૦ સુધી વધવા પામી છે. કેળવણું પાછળ ખર્ચ ૧૯૦૭માં ફકત પિણે લાખ હતું જે આજે 2 લાખ છે. * * * છોકરાઓની કેળવણી સાથે સાથે બાળાઓની કેળવણીને પણ આગળ ધપાવવા પ્રયાસ થયા છે અને તેના તાજેતર પુરાવા તરીકે હમણાં જ બાળાઓનાં હાઈસ્કૂલ ધોરણ માટે પાંચ લાખ કરતાં વધુ ખર્ચ એક ભવ્ય અને સુંદર મકાન બંધાઈ તૈયાર થયું છે. આ સાહસ સંબંધે મહુંમ મહારાજા સાહેબ અત્યંત ગોરવ રાખતા અને દેખીતી રીતે આ મકાનને જ્યારે પિતાના એક મિત્ર સાથે વાત કરતાં રાજ્યના એક રન તરીકે ઉપમા આપી હતી જે દરેક રાતે વાસ્તવિક છે. આપણું અસલી સનાતન ધર્મના મહૂમ મહારાજા સાહેબ એક ચુસ્ત હિમાયતી અને સ્થંભરૂપ હતા આ ધર્મની જાળવણુ માટે ભારે ખર્ચે તેઓશ્રીએ રાજ્યના તમામ મંદિરને પુનરૂદ્ધાર કરાવ્યો છે અને હાલનાં જૈન દેરાસરો જેવા ચેકખા અને સુભિત બનાવ્યાં છે હિંદુ દહેરાંઓ જેવાં હોવાં જોઇએ તેવ નમુનેદાર આજે બન્યાં છે અને હિંદુસ્તાનના અનેક ભાગમાંથી દ્વારકા જતા જાત્રાળુઓને તેઓ મોહ પમાડે છે. આપણું શરીરમાં કરેડ અને રકત માફક, સ્વસ્થાન નવાનગરમાં ખેતી અને વેપાર સ્થાન ભોગવે છે. ૧૯૧૭માં કાઠીયાવાડના બીજ બંદરી રાજ્યો સાથે જ્યારે આપણું બંદરોએ બ્રિટીશ હિંદના બંદરે જેટલા હકકો મેળવ્યા ત્યારથી આપણે ખુસ્કી (દરિઆઈ | માર્ગે ચાલતે) વેપાર ધીમે ધીમે વધવા પામ્યો છે. મહૂમ મહારાજા સાહેબની રાજ્યકારોબારની બુદ્ધિ ચંચળતાના છક કરી નાખે એવા દાખલાઓ પિકીને એક આબેહુબ દાખલ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy