SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ (ષોડષી કળા) જામનગરને ઇતિહાસ ૩૬૧ લખનારને (શાસ્ત્રીજીને) ઘણીજ ચિવટથી સાથે રાખતા. કિલેશ્વરમાં બબ્બે મહિના સુધી સાથે રાખી, મહાભારત. શાતિપર્વાન્તર્ગત, રાજધર્મ સંબંધી ભિષ્મપિતામહના વચને, વાલમીકિ રામાયણમાંના આદર્શ પ્રસંગે રાજતરંગિણું નામક કાશ્મીરરાજના ઇતિહાસ પ્રસંગે વગેરે સાંભળવામાં ઘણું પ્રીતિથી તેઓ રસ લેતા. એટલું જ નહિ પણ તેમાનાં ઘણાં ઉપદેશે પોતાના આચરણમાં ઉતારવાને તેઓશ્રી હંમેશા તત્પર રહેતા આ લખનારને(શાસ્ત્રીજીને) એઓશ્રીની સાથે અનેક પ્રસંગે આવ્યા છે કે જેમાં રાતદિવસ ચોવીસે કલાક તેઓશ્રીની સાથે જ રહેવાનું મળતું. અને એવી બબ્બે માસ સાથે રહેવાની તકે અનેક સ્થળે મળી છતાં કયાંય પણ એ વૈયનિધિ પુરૂષના અખંડિત બ્રહ્મચય વિષયમાં શંકાના પડછાયા સરખું પણ જણાયું નથી. જેને માટે દેવવૃત ભીષ્મપિતામહના ઐતિહાસિક બ્રહ્મચર્યવૃત પછી રાજવગના પ્રસિદ્ધ બ્રહ્મચર્ય ના ઉદાહરણરૂપે મહારાજા જામસાહેબ રણજીતસિંહજીનું નામ મુકાવા યોગ્ય ગણાય” છે . દિલ્હીમાં સ્થપાયેલ નરેંદ્રમંડળની બેઠકમાં નામદારશ્રી દરવર્ષે * હાજરી આપતા. પોતાને ઈરાદે આગળ વધવાની ઉમેદવારી જાહેર કરવાને ન હતો. તોપણ તેઓશ્રીના અગાધ બુદ્ધિબળને લીધે સૌનું લક્ષ તેઓ નામદાર તરફ ખેચાતું ઐક્ય માટે તેઓશ્રી ખરા અંતઃકરણથી મહેનત લેતા. તેઓશ્રીની નિખાલસ અને નિ:સ્વાથ સલાહને લીધે પોતાના બંધુ રાજવિએ તરફથી વારંવાર તેઓ નામદારશ્રીને “ચેન્સેલરપદ” સ્વીકારવા માટે બહુજ આગ્રહ કરવામાં આવતો જે દબાણ તેઓશ્રીના જેવી લાગણુવાળી કેઇપણ વ્યક્તિએ સ્વીકારવું જોઇએ. પરિણામે ઈ. સ. ૧૯૩૨માં તેઓશ્રીએ નરેદ્રમંડળનું ચેન્સેલરપદ સ્વીકાર્યું આ સમયે પોતાની તંદુરસ્તી સારી ન હતી અને તેઓ જાણતા હતા કે તે જવાબદારપદને જે પોતાના જીવનને વિઘરૂપ થશે. તેપણ સર્વના હિતની ખાતર પિતે તે પદ સ્વીકાર્યું*, સીવર ખીલી-(રજત મહોત્સવ)-વિ. સં. ૧૯૮૮ના ફાગણ વદ ૧૨ ૩ S તા. ૨-૪-૧૯૩૨ના રોજ તેઓ નામદારશ્રીને ૨૫ વર્ષ પુરા થઈ છવીસમાં વર્ષની શરૂઆતમાં હિંદુધર્મના શાસ્ત્રો પ્રમાણે. રજત મહત્સવની ધાર્મિક ક્રિયા વખતે મહામહોપાધ્યાય શાસ્ત્રી શ્રી હાથીભાઇની દેખરેખ તળે ભીડભંજન મહાદેવમાં નીચે લખ્યા યજ્ઞો કરાવ્યા હતા. (૧)મહારૂદ્રયાગ (૨) મહાવિદ્યાગ (૩) સહસ્ત્રચંડી (૪) ચાતુર્માસિક અગ્નિહોત્ર (૫) સહસ્ત્રકળશાભિષેક (દ્વારકાપુરીમાં), યજ્ઞની પુર્ણાહુતિ સમયે તેઓ નામદારશ્રીએ પવિત્ર વસ્ત્ર ધારણ કરી યજ્ઞોપવિત પહેર્યું. યજ્ઞોપવિત પહેરતી વખતે તેઓ નામદારે શાસ્ત્રીજીને પ્રશ્ન કર્યો કે “ આવડી મોટી ઉંમરે મારે વળી. જનોઇ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy