SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ર યદુવંશ પ્રકાશ (પ્રથમ ખંડ) પહેરવું પડશે ખરું કે?” શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો કે “ પવિત પહેરાવનારની ઉંમર પાસે પહેરનાર હજી બાળકજ છે. ત્યારપછી ભવ્યલલાટપર શ્રીમદુશંકરાચાર્યશ્રી ભારતિતીર્થજીએ કુકમચંદ્રક કર્યો. પછી. કેટલીએક જુદી જુદી વીધિ કરાવી, સમય બહુ થવાથી તેઓ નામદારશ્રીએ પાછો પ્રશ્ન કર્યો કે “આજે મારે તો ભુખ્યાજ રહેવુને ?” શાસ્ત્રીજીએ ઉત્તર આપ્યો કે “આપને હુકમ રેજ અમે પાળીએ છીએ. આજે આપે અમારા હુકમમાં રહેવાનું છે.” ધાર્મિક ક્રિયાઓ સમાપ્ત થયા પછી તેઓ નામદારશ્રી શંકરાચાર્યને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. શ્રીમદ્દ શંકરાચાર્યો શુભ આશિર્વાદ આપ્યા. એ વખતે વળી શાસ્ત્રીને તેઓ નામદારે પ્રશ્ન કર્યો કે “ હવે મારે બીજા કેઈને પગે લાગવાનું ખરું કે?” શાસ્ત્રીજીએ. ઉત્તર આપે કે “શ્રી શંકરાચાર્યમાં સહુ કે આવી ગયા. ત્યારપછી વસ્ત્રાભૂષણ ધારણ કરી, જામશ્રી રાવળજીની તરવાર કમર૫૨ બાંધી ઢાલ અને તીર ભાથે પીઠ પર બાંધી, જમણે હાથ તરફ જામશ્રી રાવળજીનું ભવ્ય ભાલું રાખી તેઓ નામદારશ્રી રથમાં બીરાજ્યા. પ્રાચિન કાળમાં સંગ્રામ વખતે ક્ષત્રિયવીરે. આયુદ્ધવાળા રથમાં બીરાજતા જે વર્ણનથી મહાભારત વિગેરે ઈતિહાસમાં રથી, મહારથી, અને અતિરથી વગેરે ઉપનામોથી વીરપુરૂને વર્ણવ્યા છે તે જ પ્રમાણે શણગારેલા બળદેવાળા તથા સેનાના કળશવાળા, રૂપેરી રથમાં કીનખાબના ગાદિ તકીયાપર પ્રાચીન અસ્ત્ર શસ્ત્રો ધારણ કરી જામશ્રી રણજીતસિંહજી સાહેબ જ્યારે બિરાજ્યા ત્યારે જેનારને એ અખંડ બાળબ્રહ્મચારી રાજવિ સાક્ષાત ભીષ્મપિતામહ જેવા જણાયા હતા. શણગારેલા રથને ફરતા મંડળાકારે રાજ્યકુટુંબ, તથા અમીર ઉમરા રાજવંશી પોષાક તથા અસ્ત્રશસ્ત્ર ધારણ કરી, ચાલતા આવતા હતા. જુના દરબારગઢમાં. એ સ્વારી આવતાં નામદારશ્રીએ જામશ્રી. રાવળજીની ગાદિની પૂજન વિધિ કરી, કુદેવી આશાપુરાજીના સમક્ષ ધારણ કરેલ રાજવંશી પોષાક અને શસ્ત્રો સહિત રૂપાની તુલામાં તોળાયા હતા. જેને તેલ રૂપાની ત્રણ પાટો થઇ હતી. એ શુભ પ્રસંગના દરબારમાં પ્રજાએ માનપત્ર અર્પણ કર્યા પછી તેઓ નામદારશ્રીએ પોતાના ૨૫ વર્ષની રાજ્યકારકીદીમાં પ્રજા અને રાજા વચ્ચે જળવાયેલ સંબંધનું મનનિય ભાષણ આપ્યું હતું અને શ્રીમદ્ શંકરાચાર્યજીએ તેઓ નામદારને રાજ્ય ધમ રત્નાકર” ની શુભ પદવિ આપી સમયેચિત ભાષણ આપ્યું હતું. રાત્રીએ લાલબંગલાની ગાર્ડન પાર્ટીમાં એ શુભ પ્રસંગ નિમિતે તેઓ નામદારે નીચે લખ્યા પ્રમાણે માન ચાંદની લહાણુ સાથે નવાજેશો કરી હતીઃ જુનાગઢના માજી વજીર અમીર શેખ મહમદભાઈને ડબલ તાજમી સરદારને ઇલકાબ સેનાના મેડલ સાથે રૂપીઆ ૧૦૦૧, ચીફ મેડીકલ ઓફીસર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy