SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (પંચદશી કળા) ૩૩૩ – મુસલમાન ખાતાનાં નામો – ૧ રતનબાઈ-તે સેતા મુસલમાન જાતનાં હતાં. ૨ ધનબાઇ (મેટી)-તે મુસલમાન જાતના હતાં, અને તે કુમારશ્રી કાળુભ તથા રૂપાળીબાના મા હતા. ૩ નાથીબાઇ–તે ધનબાઇની સગી બેન. ૪ જાનબાઈ–તે પણ ધનબાઈની સગી બહેન અને કુમારશ્રી જશવતસિંહજીના મા. ૫ વાલબાઈ–તે પણ મુસલમાન. ૬ નવી ધનબાઇ (અથવા નાની ધનબાઇ) તે પણ મુસલમાન. જ રખાયત તાયફાઓ ** (૧) હંસબાઈ (૨) નાથીબાઇ (૩) મેરબાઇ (૪), જાનબાઇ એ ચારેયને દરબાર જુદા હતા. અને જમાનામાં પડદાથી રહેતા, ઉપર મુજબ રખાયત વગેરે મળી કુલ ૨૪ રાણુઓ હતી. તેમાં રખાયત નંબર–૨ મેટી ધનબાઇને પેટે કું. શ્રી, કાળુભા ઉષે ભીમસિંહજીને જન્મ વિ. સં. ૧૯૧૩ ના કાતિક વદ ૬ ના રોજ થયો હતો. તેઓના જન્મ પછી તેમનેજ ગાદીના વારસ ઠરાવવા, દિવાન ભગવાનજી કરમશી તથા વજીર માવજીને જામવિભાજીએ કહ્યું હતું, તેમજ તે કુંવરને રજપુતોની કુંવરીએ પરણવવાની ગાઠવણુ કરવા પણ કહ્યું હતું. આ ખબર જામશ્રીના નજીકના ભાયાત જાડેજાશ્રી જાલમસિંહજીને તથા ભાવસિંહજીને થતાં, તેણે તે બાબતમાં સખત વાંધો લીધો અને તેથી તેઓશ્રીને બાર વર્ષ સુધી નગરબહાર રીસામણે રહેવું પડયું હતું. જામશ્રી વિભાજીની મરજી પ્રમાણે કુંવરને કેળવણી આપવા દરબારમાં ખાનગી ગુજરાતી તથા અંગ્રેજી નિશાળ સ્થાપી. મોટા પગારથી મહેતાજી રાખ્યો અને દિવાન ભગવાનજીએ હિંદુશાસ્ત્ર પ્રમાણે ગાદીવારસ નહિં હોવાથી, દત્તક લેવાની પરવાનગી માટે મોટા વકીલની સલાહથી, મુંબઈસરકારને અરજ કરી, ત્યાંથી તે કામ કલકત જતાં, ત્યાં મોટા ખર્ચથી મી. પોપટલાલ વેલજીને તથા પીરખાંમીયાંને મોકલી, કાળુભાને ગાદીના વારસ ઠરાવવા લાખ રૂપીઆની રેલમછેલ ચલાવી, તેથી છેવટ સને ૧૮૭૨ માં કલકત્તા સરકારે મહારાજ જામશ્રીની માગણું કબુલ રાખી. અને કાળુભાને જામનગરની ગાદીના વારસ ઠરાવ્યા. એ ખુશાલીમાં જામશ્રીએ દિવાન ભગવાનજીને તથા મી. પોપટ વેલજીને તથા * રાજાઓ અન્ય જાતીની સ્ત્રીને રખાયત તરીકે રાખે ત્યારે તેના પગમાં પહેરવા સોનું બક્ષી અને પડદામાં રાખે-તે પછી હીરાબશે ત્યારે તે પાસવાન કહેવાય, પરંતુ તે કરી તે રાણીના દરજામાં ન ગણી શકાય. તેમજ તે રખાયતને પુત્ર પણ ગાદીવાર ન ગણી શકાય
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy