SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) मुंबइमां मनुष कोइ भीखने मागतुं, जामना मलकनुं नके जडीउं ॥८॥ रैयत तो जामनी बधी सुखमां रही, कलीमां वात आभली कीधी ॥ बीलातें जामरा सुजस डंकावजी, दीवानने घणी छाबास दीधी ॥९॥ जामविभो जुओ रामराजा जसो, नाराणराव जोड तो कोइ नावे ॥ पछमपतशाहरी प्रीतनी रीतथी, गीतमां भीमकवि क्रीत गावे ॥१०॥ એ ચેત્રીસાની સાલમાંજ એક સ્વપ્નવંત ઘટનાને અંત આવ્યો હતો. તે હકીકત નીચે મુજબ છે – જામશ્રી વિભાજને રખાયત મુસલમાન રાણથી કાળુભા નામના કુંવરને જન્મ થયો હતો. તેનાથી જામશ્રી રાવળજીની પવિત્ર ગાદીને કુદરતે કેવી રીતે નિષ્કલંક રાખી? અને એ સ્વપ્નવત ઘટના કેમ બની? તથા તે કુંવરને પદભ્રષ્ટ થતાં દેશવટો કેમ ભેગવ પડ્યો.? તેની હકિકતથી વાંચકે અજ્ઞાત ન રહે, માટે ટુંકામાં તે હકિકત નીચે આપું છું: જામશ્રી વિભાજીસાહેબને ૧૪ રાણુઓ (રાજકુંવરીઓ અને રજપુતાણીઓ મળીને) હતાં. તેમજ ૬ મુસલમાન રખાયત અને ૪ તાયફાઓરખાયત, મળીને કુલ ૨૪ રાણુઓ હતાં જેનાં નામ નીચે મુજબ છે.૧ પટરાણુશ્રી માબાસાહેબ તેઓ આરાંભડાના વાઢેરશ્રી અભેસિંહજીના કુંવરી હતાં, તેમને માત્ર એક બાઈ રાજબા નામનાં કુંવરીજ હતા. તે જોધપુર મહારાજાશ્રી જશવતસિંહજીવેરે પરણાવ્યા હતા. ૨ કલીબાસાહેબતેઓ શ્રી ગધેથરના વડાદરબારશ્રી ખોડાજીના કંવરી હતાં. ૩ તૈચ્છબાસાહેબ-તેઓ ધ્રાંગધ્રાના રાજસાહેબ શ્રી અમરસિંહજીના કુંવરી હતાં. ૪ બાઇબાસાહેબ-તેઓશ્રી દંઢાના સેઢાશ્રી હમીરજીના કુંવરી હતાં. ૫ મધીબાસાહેબ-તેઓશ્રી વાંકાનેર રાજસાહેબશ્રી વખતસિંહજીના કુંવરી હતાં ૬ હમજીબાસાહેબ-તેઓશ્રી સાયલાના રાણાશ્રી કેસરસિંહજીના કુંવરી હતાં. ૭ કસળીબાસાહેબ-તેઓશ્રી લીબડી ભાયાત ઝાલાશ્રી લાખાજીના કુંવરી હતાં. ૮ સજુબાસાહેબ-તે વરસોડાવાળા ચાવડાશ્રી મોતીસીહજીના કુંવરી હતાં. ૯ અદીબાસાહેબ-દંઢાના સેઢાશ્રી હમીરજીનાં કુંવરી હતાં. ૧૦ જામબાસાહેબ-તેઓશ્રી પંચાશીયાના ઝાલાશ્રી વેરૂભાનાં કુંવરી હતાં. ૧૧ બાકુંવરબાસાહેબ-તેઓશ્રી ભાવનગરના મહારાજાશ્રી અખેરાજજીનાં કુંવરી હતાં. ૧૨ વખતુબાસાહેબ-તેઓશ્રી વઢવાણના ઠાકોરઠી રાયસિંહજીનાં કુંવરી હતાં. ૧૩ છબાસાહેબ-તેઓશ્રી આરાંભડાના વાહેરશ્રી વખતસિંહજીનાં કુંવરી હતા. ૧૪ બેનજીબાસાહેબ-તેઓ વરસડાવાળા કેસરીસિંહજીનાં કુંવરી હતાં.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy