SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ભુપતસિંહજીને તથા વજીર માવજી વેજાણુને તથા ખવાસ શામા નારાણને તથા મી. મહાદેવ દેવચંદ તથા મી. કાનજી કલ્યાણજી અને પીરખામીયા વગેરેને કિંમતી ગામોની નવાજેશ કરી, અને બીજા લાગતા વળગતાઓને કિંમતી ઇનામ આપી, કાળુભાનું નામ કુમારશ્રી ભીમસિંહજી પાડી, યુવરાજ પદ તરીકે લખાણમાં જોડી, તેઓને ન્યાયખાતાની સત્તા આપી. વિ. સં. ૧૯૨૬ના વૈસાખમાસમાં કાળુભાના બે વખત લગ્ન કર્યા. તેમાં એક વખત બે, અને બીજી વખત છે, મળી આઠ રજપુત રાણુઓ પરણાવેલી હતી. જેમાંના જામબા સેઢીરાણુથી વિ. સં. ૧૯ર૯ના આસો વદ બીજના રોજ કુંવર જનમ્યાં. તેનું નામ લખુભા પાડયું. વિ. સં. ૧૯૩૦માં કુમારશ્રી કાળુભા હિંદુસ્તાનની મુસાફરીએ મુખ્ય દિવાન ભગવાનજી તથા આનટસાહેબ તથા ડો. માધવરાવ, હકીમ સદરમીયાં, મુસાહેબ હીરજી આણંદ, ખવાસ સામા નારાણ અને પીરખાંમીયાં આદી અમલદારો સહિત ૩૦૦ માણસેથી ગયા હતા. અને ચારમાસે ફરી પાછા જામનગર આવ્યા હતા. કુમારશ્રી કાળુભાએ સ્વેચ્છાથી વતી, અને ખરાબ પાસવાનની સેબતથી નવાનગરમાં ત્રાસ વર્તાવી મુક્યો હતો. આવી તેમની વર્તણુંકથી જામશ્રીવિભાજી સાહેબ ઘણુંજ ગુસ્સે થતા. અને વખતોવખત સારી શિખામણ આપતા, પણ તે તમામ પત્થરપર પાણી રેડવા જેવું હતું. એવા ઘણા બનાવોથી જામશ્રી દિલગીર થયા. અને તેમના ઉપર દિવસે દિવસે અભાવ થવા માંડયો. નામદાર બ્રીટીશ સરકારે પણ ફેવર કાળુભાને તેમની ખરાબ વર્તણુંક અટકાવવા તથા વિદ્યાભ્યાસમાં રાખી, તેમની ચાલમાં સુધારો કરવાના હેતુથી એક વર્ષ માટે પુના ખાતે રાખવાનો ઠરાવ કર્યો હતો. તે પ્રમાણે વિ. સં. ૧૯૩૩માં સને ૧૮૭૭માં જુન માસની તારીખ ૧લીને શુક્રવારે કાઠીયાવાડના આ. પાલીટીકલ એજન્ટ મી. એસસાહેબ કાળુભાને પુના તેડી જવા નીકળ્યા હતા. આ અમલદારને રૂ ૧૫૦૦)ના પગારથી સરકારે ખાસ નિમ્યા હતા. અને તે કુમારને ખર્ચ માટે દરમાસે રૂ ૨૦૦૦)ની રકમ ઠરાવી હતી. આ પ્રસંગે વડી સરકારે કાળુભા માટે કાઠિઆવાડ પોલીટીકલ એજન્ટ તરફ જે અંગ્રેજી ઠરાવ લખી મોકલ્યો હતો તેનો તરજુમો નીચે મુજબ છે – “નામદાર જામસાહેબને દર્શાવવું જોઇએ કે નામદાર સરકારે ઘણીજ દીલગીરીની સાથે તેના કુંવરની માજી ફેજદારી, ન્યાયાધીશની બાબતની વર્તણુંક વિષે સાંભળ્યું છે. જે વર્તણુંકથી નગરમાં તથા નગર બહાર આવી ભારે ચેષ્ટા ઉત્પન્ન થઈ રહી હતી સેક્રેટરી ઓફ સ્ટે. તેની ગાદીના વારસ તરીકે કુંવર કાળુભાની પસંદગી કાયમ તથા માન્ય રાખતી વેળાએ તેણે હિંદુસ્તાનની સરકારને એવી રીતનું લખાણ કીધું હતું કે જે નામદાર જામસાહેબને રેશન કરવું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy