SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) જશાજીએ તમામ સૈન્યનું આધિપત્ય કામદાર જશરાજ અને ગોકળ ખવાસને સોંપ્યું હતું. તેમના નાનાભાઈ સતાજી, અણબનાવના કારણસર કેટલેક વખત ગાયકવાડના મહાલ અમરેલીમાં રહ્યા હતા, અને તેઓ જ્યારે બિમાર થયા ત્યારે તે પોતાની જાગીર રાણપુર પરગણામાં આવ્યા. તે વખતે જામનગરમાં જામશ્રી જશાજી ઘણુંજ બિમાર હતા તોપણ અણબનાવના કારણથી અને ગાયકવાડ તથા અંગ્રેજ સરકારની સલાહથી તેઓએ ત્યાંજ (રાણુપુરમાં) પિતાને પટ્ટાભિષેક કરાવ્યો. જામશ્રી જશાજી લાંબી માંદગી ભેગવી ૪૭ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૮૭૧ ના હાલારી શ્રાવણ વદ ૫ ના રોજ સ્વર્ગે સિધાવ્યા. તે વિષે કાવ્ય છે કેदोहा-गढ कोटां राखी गलां, जशवंत लडते जाम ॥ સાવઝ, મનો, નાથીયો, નવવંદ રાય નામ છે ? के के दिन राजस करी, अनमी रहीयो आप ॥ राखी रंका जोर हुँ, छत्रपत शाही छाप ॥२॥ संवत अढार एकोतरे, श्रावण वदी समाज ॥ पांचम सगै पहोंचीयो, जश खाटे जशराज ॥ ३ ॥ જામશ્રી જશાજીને પુત્ર નહિં હોવાથી તેમના નાનાભાઇ સતાજી જામનગરની ગાદીએ બરાજ્યા. તારીખ ૨૫ ફેબ્રુઆરી સને ૧૮૧૨ | (સહી) જામશ્રી જશાજી અમે વિરમગામના બારેટ મેરૂ મહેતા અને પેટલાદ પરગણે જલસમના બારોટ રામદાસ નથુ કબુલ કરીએ છીએ કે ઉપર લખ્યું દસ્તાવેજ અમારે પાળવું પળાવવું છે. ને તેને જવાબ અમારે શિર છે. એંધાણ બારેટ મેરું મહેતાનું ૪ એધાણ બારોટ રામદાસ નથુનું. * ૧ કંપની સરકારના વહીવટ વખતે જામસ્ત્રીને પત્ર વહેવારમાં નીચે પ્રમાણે સંબોધન (address) લખવામાં આવતું – (કાઠીઆવાડ ડીરેકટરી ભાગ પહેલે પાનું ર૭૯) દોલત વ. ઈકબાલ પનાહ શોકત વ. ઇજલાલ દસતગાહ ફખામત વ મનાઅત ઈકતે નાહ ઇશાન (નામ)–જામ આ સંસ્થાન નવાનગર. સલમહું અજદીન ખલાસ–(નામ) પિલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ) બાદ સલામ વ. ઇજહારશોકે મુલાકાત કે [ઉપરનું એડ્રેસ લખી પછી બીના (હકીકત) લખવા રિવાજ હતો. ૨ તે વખતે મોરબી સ્ટેટને લખાતા ઇલકાબો–
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy