SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર ઈતિહાસ (ચતુર્દશી કળા) રહ્યા રાત્રીના વખતેજ કુચ કરી ગયો પરંતુ દિવાન રણછોડજીએ તેના પાછળ પડી કેટલાક સામાન તંબુ ડેરાં અસ્ત્રશસ્ત્ર વિગેરે હાથ કર્યું. અને ફતેહમામદ હાર ખાઈ કચ્છ તરફ ગયો. બીજે દહાડે પિંગળશી ગઢવી અને વિઠલરાવ જેઓ ગાયકવાડી લશ્કર સાથે આવ્યા હતા તેઓને મદદ કરવા કનલ કચલી સાહેબ આવી પહોંચ્યા. અને તેઓ બધા ફતેહમહમદ પાછળ ગયા, કેકારીઆ (કે ઇતિહાસકાર લખે છે કે “તારીયા) આગળ તેનૌ ભેટો થતાં ત્યાં વડાઈ થઈ, તેમાં સખત હારખાઈ ફતેહમામદ વતન તરફ ગયો. અને તેજ સાલમાં તે મરણ પા. (વિ. સં. ૧૮૭૦) ૧૮૬૪ ના પિષ વદ ૦)) તા. ૨૭ જાનેવારી સને ૧૮૦૦ (સહી) જામ–જશાજી તરફથી રૂદરજી રૂગનાથજી. સ્ત્રી બાળહત્યા ન કરવા દેવાને દસ્તાવેજ. કાઠીઆવાડ ડીરેકટરી ભા. ૧૯ પાનું ૬૨૪ () શ્રીમંત રાવશ્રી સેનાનાસખેલ શમશેર બહાદૂર અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડીઆ કંપની બહાદૂર જોગ– લી. નવાનગરના જામ–જશાજી.– " અસલથી જ અમારા જાડેજાની ન્યાતમાં દિકરીઓ જીવતી રાખવા ચાલ ન હતા. તે ઉપર બન્ને સરકારે આ વિષયને લગતું શાસ્ત્ર સમજાવી અને અમને હિંદુ ધર્મના ધારા બતાવી કહ્યું કે, “બ્રહ્મવર્તક પુરાણ (પવિત્ર પુસ્તકોમાં લખ્યું છે કે જે માણસ આ કામ કરશે તેનું પાપ ગર્ભ હત્યા ને બ્રહ્મહત્યા બરાબર છે. અગર એક બચ્ચાંને મારવું એ તે બ્રહ્મહત્યા બરાબર છે. પણ આ ગુન્હામાં બે પાપ છે એક સ્ત્રી હત્યા અને બીજુ બાળહત્યા આ પાપની શિક્ષા એવી લખે છે કે જે કોઈ કરશે તે કુળસહિત રૌરવાદિક નર્કમાં તે સ્ત્રીના અંગઉપર જેટલા મવાળા હશે તેટલા વર્ષ પડશે. પાછે જનમી કેઢીઓ થશે, ને પંખવાથી અરધું અંગ રહી જશે.” આ રીતે અમને બન્ને સરકારે શાસ્ત્ર દેખાડયાં, એ ઉપરથી સંવત ૧૮૬૪ ઈ. સ. ૧૮૦૮ માં મેં તથા મારા ભાઈ ભત્રીજા વિગેરે મારા તાલુકાના જાડેજાઓએ દિકરીઓ ન મારવા બાબત સરકારમાં દસ્તાવેજ કરી આપેલ છે. આ બાબતને લગતો તપાસ કરવા હમણાં એક અમારે ત્યાં સરકાર તરફથી માણસ આવ્યું હતું. તે સાથે અમોએ સરકારને જવાબ લખી મોકલેલ. સરકારે ફરી સંવત ૧૮૬૮ ઈ સ. ૧૮૧૨ માં આ દસ્તાવેજ માગ્યું તેથી લખી આપું છું કે હું અને મારા વંશના પુત્રપૌત્રાદિક હિંદુ ધર્મની આસ્થા ખાતર હવેથી ચÓ માટે એવું કામ ન કરવા દેવા સરકારમાં બંધાએલા છીએ, જે કરીએ તે સરકારના ગુનેહગાર ઠરીએ. હવેથી અમારી ન્યાતમાં કોઈ આવું કામ કરશે ને તે વાત અમારા જાણવામાં આવશે તો અમે તેને અમારી નાત બહાર કાઢી તે બદલ તે પાસેથી આ પાપ માટે સરકારની મરજી મુજબ જવાબ લઈશું, આ દસ્તાવેજ પળાવવા બાબત ચલું જમાન વીરમગામના બારોટ મેરૂ મહેતા અને જલસમના બારોટ રામદાસ નયુને આપ્યા છે. તે આ બાબતને જવાબ દેશે. ઉપર લખ્યું તે સહી. સંવત ૧૮૬૮ ના ફાગણ સુદ ૧૩.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy