SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનેઇતિહાસ. (ચતુદશી કળા) ૨૯૭ ૮ (૪૬) (૧૪) જામશ્રી સત્તાજી (૨. જા) K (ચંદ્રથી ૧૮૩ શ્રી કૃષ્ણથી ૨૮) (વિ. સં. ૧૮૭૦ થી વિ. સં. ૧૮૭૬-ક વર્ષ) જામ સત્તાજીનું શરીર ઘણુંજ નબળું હતું, તેમજ અફીણનું સખત બંધાણ હતું તેથી તબીયત કાયમ ખરાબ રહેતી. તેને કાંઈ સંતાન ન હતું, તેમજ ખરાબ વ્યસનથી સંતાન થવા આશા પણ ન હતી. તેથી મરહુમ જામી જશાજીના રાણીશ્રી આબુબાએ ઘણું જ અગમચેતી વાપરી રાજ્યના નજદીકના ભાયાત ભાણવડ (હાલ સડોદર)ના જાડેજાશ્રી જશાજીના કુંવર રણમલજીને દત્તક લીધા હતા. જામ જશાજીએ સ્વર્ગે જતાં પહેલાં ઠરાવ્યું. હતું, કે કામદાર જગજીવન દેવજીને દિવાનગીરી સોંપાવી, કેમકે તેના વંશમાં પેઢી દરપેઢીથી કારભાર ચાલે આવે છે, પરંતુ રાણું આજીબાને તે વાત પસંદ પડી નહિં. તેથી તેણે મોતીરામ શામળજી બુચ નામના એક કુશાગ્ર બુદિધશાળી નાગર ગૃહસ્થને દિવાનગીરિ આપવા ધાર્યું, તેથી તેને બોલાવી, જગજીવન મહેતા સામે ખટપટ કરવા સુચવ્યું. આ બુદ્ધિશાળી અમાત્યે જામ સતાજીના વકીલ વાણુઓ અંદરજીની મારફતે મસ્કતના આરબ જમાદારે જેઓ પડધરી અને કરણના કિલ્લામાં હતાં. તેમને બંડ કરવા ઉશ્કેરાવ્યા. તેથી આરબોએ આસપાસના મુલકમાં લુટફાટ શરૂ કરી. જબ ધાંધલ મચાવ્યું. તે ધાંધલને શાન્ત પાડવા રાણીશ્રી આબાએ જગજીવન મહેતાને હુકમ આપે, પણ તેનાથી તે બંડ શમ્યું નહિંતેથી તેણે વડોદરાના નાયબદિવાન વિઠલરાવને લખ્યું કે “આપ અમારા મસ્તકી આરબોને બને કિલ્લામાંથી કાઢી મેલાવે તો તેનું જે ખર્ચ થશે તે હું આપને આપીશ.” તે ઉપરથી બારખત્રી. વિગેરેની સરદારી નીચે વિઠલરાવે કેટલીક આરબ પલટણેને નગરમાં દાખલ કરી. બીજી બાજુ બેલેન્ટાઇન સાહેબે સુંદરજી ખત્રી મારફત નવી શિરબંધી પુરી પાડવા નવાનગરમાં જગજીવનને લખ્યું તેણે તેનું ખર્ચ કબુલતાં, તેઓની પણ પલટને આવી. આવી રીતે વિઠલરાવ દિવાન તથા ગિરામી મીકદાર દોસ્તી સઆર મહોબત વ. સદાકત આસાર. મહારાજા ઠાકોર સાહેબશ્રી (નામ) સંસ્થાન મોરબી. સલમહું અજદીલ એખલાસ (નામ) પિોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ) સલામ દિગર. તે વખતે ધ્રોલ, રાજકોટ, ગોંડલને લખાતા ઈલકાબે– મહેરબાન મુખલીસાન સદાકત વ. ઇખલાસ નીશાન ઠાકોર સાહેબ (નામ સંસ્થાન (નામ) મહોબતહુ અજતરફ (નામ) પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ (મુકામ) સલામદિગર. જ તેઓશ્રીનું બીજું, બાપજી કુંવર નામ હતું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy