SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૮૯ પણ જામ જશાજીએ તેને ઇન્કાર કર્યો, તેથી વોકર સાહેબ જ્યારે પ્રાંતમાં ફરવા નિકળ્યા ત્યારે તેણે તે કંડોરણાનો કિલ્લો સર કરી રાણું સરતાનજીના કારભારીને પાછો મેં એ (તા. ૫ મી ડીસેમ્બર સને ૧૮૭૭ ઇસ્વી.) વિ. સં. ૧૮૬૮ માં કચ્છના રાઓશ્રીએ નવાનગર ઉપર અમુક રકમને દવે માંડી, ગાયકવાડ તથા બ્રિટીશ સરકારની મદદ માગી, જામશ્રી જશાજીએ પિતાના નાનાભાઈ સત્તાજીને જાગીર નહિ આપવાથી તેઓએ વડેદરે જઈ કલકર તથા ગાયકવાડ સરકારની મદદ માગી. ઉપરની બન્ને બાબતો દરમિયાન એક યુરોપિયન અમલદાર બરડા ડુંગરમાં શિકારે આવેલ, તેને એક આરબે (શિકાર કરતો હોવાના કારણે) ગોપ મુકામે મારી નાખ્યો. અને આર ત્યાંથી ભાગી, મોડપરના કિલ્લામાં છુપાઈ જામ જશાજીનું શરણ માગ્યું. તે આરબને ઍપવા અંગ્રેજ સરકારે માગણી કરી. પરંતુ પોતાને શરણે આવેલાને ન લેંપવાનું બિરદ જાળવવા, જામશ્રી જશાજીએ તેઓના લખાણ તરફ બિલકુલ લક્ષ આપ્યું નહિં. તે વિષે કાવ્ય છે કે – ઉપરના ત્રણેય કાર્યો એકીસાથે થતાં, ગાયકવાડ સરકાર તથા અંગ્રેજ સરકારે મળી જામનગર ઉપર ચઢાઈ કરી તેઓના લશ્કરમાં કેપ્ટન કાનક સાહેબ, તથા ગંગાધર શાસ્ત્રી તથા ફતેસિંહરાવ ગાયકવાડ, સેનાખા ખેલ સમશેર બહાદુર, તથા મીર–સાહેબ, કમાલુદ્દીન-હુસેન તથા મીર શરફઅલી અમીન સાહેબ અને દિવાન વિઠ્ઠલરાવ વગેરે હતા. જામશ્રી જશાજી પાસે ભાયાતોનું અને બીજું લશ્કર પણ પૂર્ણ હોવાથી આવા દળવાદળ સૈન્ય સામે પણ લડવાને તેઓશ્રીએ હામ ભીડી, કિલ્લાને જાબ કરી યુદ્ધ શરૂ કર્યું. सोरठो-*दीसे जशो अणदोर, शंक न धरे पतशाहरी ॥ સંપે સત્ર દૃશોર, ઘર, સર, ના, માને ધજા ? गणे न गायकवाड, पेस न देवे पेसवा ॥ पुना लगे पवाड, पो फरीयादस पुगीयां ॥२॥ ओर मारे अंगरेज, सोधन आय शिकार तत ॥ कर फरिआद करेज, जण जणबंधी जाससु ॥३॥ અર્થ–જામશ્રી જશાજીએ સઘળા શત્રુઓને કંપાવી બાદશાહના હુકમનો પણ અનાદર કરવા માંડયો ગાયકવાડને પણ ગણકાર્યો, નહિં. એને પેશ્વાને પેશકસી પણ આપી નહિં. તેથી તે બાબતની ફરીઆદ પુને પહોંચી તેમજ બરડામાં શિકાર માટે આવેલા અંગ્રેજ ઓફીસરને પણ મરાવી નાખ્યો. તે ફરિઆદ પણ ત્યાં પહોંચી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy