SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) વિ. સં. ૧૮૫૭ માં જામશ્રી જશાજીએ મટીફેજ લઇ જશદણ ઉપર ચઢાઈ કરી, ત્યાંને કિલે તોડ, તથા અવેરે (ધોડા વેરે) એ નામને કર નાખ્યો. અને એ કર તમામ કાઠીઆવાડ, ઝાલાવાડ, અને ઘોઘાબાર સુધી ગેહલવાડમાં, અને ગિરનારના પર્વત સુધી, સેરઠ પ્રદેશ વિગેરેના જાગીરદાર પાસેથી નજરાણુ તરીકે લીધે, એ પ્રમાણે વિજયધ્વજ ફરકાવી જામશ્રી જશાજી જામનગરમાં આવ્યા. જામશ્રીએ અવેરારૂપી નજરાણું ઉઘરાવી, અઢળક દ્રવ્ય મેળવી ખજાનો ચિકકાર કર્યો. તેમજ હજારેનું અવદળ, અને વાદળ, એકઠું કરી મોટું લશ્કર:જમાવ્યું. વિ. સં. ૧૮૫૯ માં તેઓએ આજુબાજુના તાલુકા અને પોતાના ભાયાતના ગિરાસ દબાવવા માંડયા. તેથી કેટલાક ભાયાત બહારવટે નીકળ્યા. અને લગભગ બે વર્ષ બહારવટું ચાલતાં વસ્તીમાં ઘણેજ ત્રાસ ઉત્પન્ન થયે. તેથી તેનું સમાધાન ચારણેને વટ્ટીમાં નાખી કર્યું, એ વિષે એપત્ર જામશ્રી જશાજીની સહીવાળે, દિવાનને લખેલ અમારા વડીલના નામને અમારી પાસે છે. તે અત્રે તેજ શબ્દોમાં આપવામાં આવેલ છે. – પત્રની નોટ – મોજે રાજવડ બારેટ મનુ. જીવા નવાનગર લી. મેતા જગજીવન દેવજીના જેહાર. જત તમારે કાગલ આવે તે પહોતો. હકીકત માલમ થહી. તમે ગરાશીયા આસરે લખ્યું છે. તે તમે ખાતર જમે રાખી ગલામાં ઘાલીને આંહી તેડી આવજે કશીવાતે મુલાહેજો રાખશમાં, ઈ ગરાસીયાની વાત થાહે તો. મર સુખેથી રહે, ને કાં પાછો કહેશે તો પહોચાડશું, તે માટે કોલ દે તેડી આવજે. શાં. ૧૮૬૧ ના અષાડ સુદ ૯ " (સહી) વિ. સં. ૧૮૬૩ માં પોરબંદરના જમાદાર મુરાદખાન અને ફકિર મહમદ મુકરાણુ કે જેઓ પહેલાં જામનગરમાં નોકર હતા, તેઓ પોરબંદર તાબેના રાણાના કારણુમાં થાણે હતા. પરંતુ ત્યાં તેને રાણાસાથે અણબનાવ થતાં, તેઓએ કારણનો કિલ્લો જામશ્રી જશાજીને એકલાખ કોરીમાં વેચાત આપો, અને જામીએ તે જમાદારને તેની જુની નોકરી ઉપર દાખલ કરી, કરણાને કિલો હાથ કર્યો, આ કારણથી પોરબંદરના રાણા, જામસાહેબ સામે ચડયા, પણ તેમાં તેઓ હાર ખાઈ પાછા ગયા. તેથી તેણે ગાયકવાડ તથા અંગ્રેજ સેરકારની મદદ માગી તે વેળા કર્નલ એલેકઝાંડર વોકર સાહેબ વડોદરાના રેસીડન્ટ હતા. તેણે જામ સાહેબ ઉપર, તે કિલો રણું સાહેબને પાછો સેંપી દેવા લખ્યું. * કાઠીઆવાડસર્વસંગ્રહનાકર્તા એકિલ્લે ત્રણ લાખકેરીમાં વેચાણ આપ્યાનું લખે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy