SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ '' શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) રાયસિંહજીના મરણ પછી હરધોળજી જબરજસ્તીથી જામનગરની ગાદીએ આવ્યા એ વખતે જામ રાયસિંહજીના એકના એક કુંવર તમાચીજીને એક દાસી પેટીમાં સંતાડી શહેર બહાર છુપીરીતે યુક્તિથી લઈ ગઈ. અને ત્યાંથી તે તે દાસી સાથે કચ્છ-ભુજમાં પોતાનાં માસીબા રતનબાને (રા” દેશળને ત્યાં સહિસલામત પહોંચી ગયા. ' એ પ્રમાણે જામ રાયસિંહજી (૨ જા) એ માત્ર સાત આઠ માસ રાજ્ય ભેગવ્યું હતું. કોઈ ઇતિહાસકાર અમદાવાદના સુબા દાઉદખાન તથા મહારાજા અજીતસિંહજીને જામ રાયસિંહજીએ ખંડણ ભરી હતી વિગેરે બીનાએ લખે છે. પણ તે બધા બને હવે પછીના આવતા, હરધોળજી તથા જામ તમાચીજીના વખતના હોઈ, તેઓની, કાકમાં લખવામાં આવેલ છે –કેઈ ઈતિહાસમાં લખે લ છે કે જામ—રાયસિંહજી ખંભાળીએથી આવી. જામનગર હસ્ત કરી, બાદશાહી ફેજદારને કાઢયે પણ સેરડી તવારીખના કર્તા જણાવે છે કે વિ. સં. ૧૭૨૮માં જામશ્રી તમાચી તગડે નગર પોતાને સ્વાધીન કર્યું હતું, એટલે ત્યારપછીના દરેક જામસાહેબે જામનગરમાં જ રહેતા. માત્ર ખંભાળીઆ, મોટે મહાલ અને જુની ગાદી હેઇ, કદાચ ત્યાં થોડો વખત કઈ જામ સાહેબ રહ્યા હશે. આ હરધોળજી હરધોળજી જામ રાયસિંહજીને મારી જામનગરની ગાદીએ બેઠા છે તેવા ખબર પડધરીવાળા (કાકાભાઈને નામે ઓળખાતા) હાલાજી રણમલજીને થતાં તેણે આ અન્યાય થયો છે. તેમ જાણું જામ રાયસિંહજીના કુંવર તમાચીજીને ગાદી પાછી અપાવવા પ્રતિજ્ઞા કરી, કે–. हीत मूणी खबर पडधरी हाले । सो जीत घण हरधमळ साले ॥ रा'संग मार धमळजो राजे । लळ बेशां तो जनुनी लाजे ॥१॥ मारी जेर करां, ते मालं । हरधमळ काढां इण हालं ॥ केतो रणमलसुत न कहावां । ना'तो जीवत फेर न आवां ॥२॥ અર્થ– રાયસિંહજીને મારી હરધમળજી રાજ્ય કરે તે હું બેઠે બેઠે જોઉ તો મારી જનુની લાજે. માટે હરમલને પાયમાય કરી, જેર કરી)તુરતમાં જ તેને જામનગરમાંથી કાઢું તોજ હું રણમલજીનો પુત્ર હાલોજી સાચે, એમ કહી અમદાવાદના સુબા દાઉદનાં પત્ની પાસે તેઓ અમદાવાદ ગયા, કુદરતે પણ તેને સુયોગ આપે કે કચ્છમાં કુંવર તમાચીજીનાં માસી રતનબાએ પોતાના પિતા રાજજશવંતસિહજીને તથા ભાઈ પ્રતાપસિંહજીને હળવદ, (રૂપીઆ મોકલી) કાગળ લખ્યો કે, “ભાણેજ તમાચીજીને જામનગરની ગાદીએ બેસારવા બનતો પ્રયત્ન કરે.” તેથી રાજ પ્રતાપસિંહજી, હળવદની ખંડણ ભરવાને બહાને, અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓને હાલાજી મળ્યા, સુમા દાઉદખાનને રાજ પ્રતાપ* કોઈ ઇતિહાસકાર સુબાનું નામ મુબારીઝ-ઉલ-મુલ્ક શેરબુલંદખાન લખે છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy