________________
જામનગરના ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૫ મળતાં અત્રે તેની નકલ આપવામાં આવી છે. આ કોરીના ઉપાડમાં કાલાવડ તાલુકાનું ગામ મોજે વડાળા (જે હાલ મોટા-વડાલા કે મોતી મેતાના વડાલા, એ નામે ઓળખાય છે તે) થાલમાં માંડી આપ્યું હતું, તેવું લેખમાંથી સ્પષ્ટ નીકળે છે. તથા લેખ નીચેનું મતું ખુદ પોતાના હસ્તાક્ષનું છે.
- लेखनी नकल :संवत.१७६८ वरखे आसो वद ४ दने पारसात उपाध्या हरिराम तथा उपाध्या वसराम तथा उझा श्रीधर तथा मेवाल धनजी गरहीत्वा कुंवरश्री राजसंघजी पासे जत जामसाही कोरी १०५०) अखरे साडी दशसे पुरी तेहनुं वाज मास १ प्रत टका १॥ लेखे वाधे सही वाधे ए कोरीनो ठाम मोजे वडालामांहेथी देवी. . *अत्र मत्तु
अत्र शाख कुअर राजसंघजी मतु
१ श्री जगदीशनी शाख. આ જામ રાયસિંહજીના વખતમાં ખાસ કાંઈ જાણવા યોગ્ય બીના બનેલી નથી. મેજશેખમાં તેઓ કાયમ રહેવાથી દેશમાં અંધાધુધી ચાલતી તે નીચેના કાવ્યથી જણાશે. दोहा-इहां रायसंग आदरे, अस घणो उन्माद ॥
मद पीए मद छक रहे, ओर न आवे याद ॥१॥ अंध धंध रे एसमे, रातदिवस रासंग ॥
दीसे खबर न देसरी, प्रजा दुःखी अतअंग ॥ २ ॥ ઉપર મુજબ અંધાધુંધીનો સમય જોઈ, તેના નાનાભાઈ હરધોળજીએ હડીઆણેથી ઓચિંતા આવી, જામશ્રી રાયસિંહજીને માર્યા એ વિષેનાં કાવ્યો –
॥चोपाई ॥ प्रजा दुखी यह वार अपारं । हुओ बिरानस देश हालारं ॥ अशो जाण हरधमळ आयो। एह दगो मनमां उपायो ॥१॥ मारे रासंग लियो हरधमळ । हुओ रणवासमहीं कोलाहल ॥ . तिन सति हुइ तत्काळं । राणी उभे उपघात कराळं ॥ २॥
જામ રાયસિંહજી કામ આવતાં, તેના પાછળ ત્રણ રાણીઓ સતિ થયાં, અને બે રાણીઓએ આત્મઘાત કર્યો એવી રીતે પાંચે રાણીઓ અને જામ
ઉપરનો લેખ અમોને લેખમાં લખ્યા ઉપાધ્યાયના વંશજે આગળથી અસલ મળેલ છે.