SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (દ્વાદશી કળા) ર૩૯ સાહેબ આપ આમ કેમ બોલે છે? સતાજી અમારે ઘણું છે અને અમે એમના ચાકર છીએ. આપ બાપ બેટાની જડથી અવિચળ રાજ કરો. જામ રણમલજી બોલ્યા કે રાયસિંહજી તમે એમાં સમજો નહિ હું જે કહું છું તે સત્ય કહું છું. વળી મારા દેહની તમને સઘળી ખબર છે. એમ કહી બોલ્યા કે – ॥ छंद पद्धरी॥ व्रणसंकर राजपाटस विराज, लागेस तखत रावळं.लाज ॥ यह माट करहुंबेगह उपाय, जे वचन वृथा मेरो न जाय ॥१॥ હે રાયસિંહજી જો એ વણશંકર સતા–જામ રાવળની નગરની ગાદી ઉપર બેસે તો રાવળજીના તખતને ખટ લાગે માટે તમે ઉપાય કરજે કે જેથી મારૂં વેણ વૃથા ન જાય. રાયસિંહજીએ એ વાત કબુલ કરી. પછી ભાતભાતના ભેજન આરોગી સર્વ ભાઈએ રજા લઇ પોતપોતાના સ્થાને ગયા. ૩ ગોવર્ધન રાઠોડનું કાવત્રુ - ગોવર્ધનના જાસુસેએ ખબર આપી કે જામશ્રી રણમલજીએ:પોતાનાભાઈ રાયસિંહજી તથા જશાજી સાથે ધુંવાવ મુકામે એકાંત કરી કાંઇ મત બાંધ્યો છે. આ વાત સાંભળી ગોવર્ધનના મનમાં ખટક થઈ, અને તે પ્રગટ રીતે દેષ કરવા લાગ્યો. પછી થોડેક કાળે જામશ્રી રણમલજી દેવલોક-વાસી થતાં, તેમની વિધિ સહિત દહનક્રિયા કરી. ખરચ કરવાની શાહપત્રી' લખવામાં આવી. જામનગરમાં ગોવર્ધન રાઠોડે એવી આણ ફેરવી કે કોઇપણ જાડેજાને શહેરમાં આવવા દેવો નહિં અને જે મિજમાનો ખર્ચ ઉપર આવે તેને નાગમતી નદીના કિનારે તંબુઓ તણાવી. છાવણીમાં ઉતારવાને બદોબસ્ત કર્યો. –જામરણમલજીના દેવલોક વાસી થયાના ખબર સાંભળી તમામ ભાયાતે પોતપોતાના કુટુંબ કબિલા સાથે વાહનોમાં જામનગર આવવા લાગ્યા. તે વિષે કાવ્ય છે કેदोहा-अणवट सूणतें आवीया, सह जाडेजा साथ । रथ गाडी वेलां रखत, सोड मळे समराथ ॥१॥ आवी पाधर उतरे, नदीआं कांठे नेक ॥ निज जाडेजा नगरमे, आवण नदीए एक ॥ २ ॥ यह सारा परिआणीया, को अब कीजे केम ॥ बळ गोवर्धन बांधीओ, आवण जावण एम ॥ ३ ॥ शतपंच करीआ साबदा, बखतरीया इण बार ॥ पंच पंच कर पेसीया, रथ वेलां कर तयार ।। ४ ।। अंदर आवे राणीयां, अवर न आवे कोय ॥ जोपे करीआ जाबदा, खेंच कनातां सोय । ५ ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy