SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) રાખે અતિતણે કહ્યું કે “આ વાત જવા ઘો જોગી મહાક્રોધી છે, અગ્નિ તથા જળ જેવા છે અને મારે કે મારે એવા છે, જોગી ગામમાં ભિક્ષા માગવા ગયા છે. તે જે આવશે તો ધિગાણુ થશે એટલામાં જોગી ભિક્ષા માગી આવ્યા, અને જોયું તો માણસે અતિતણથી વિષ્ટી કરી રહ્યા હતા. જેગી તુરતજ તરવાર ખેંચી ધિગાણું કરવા લાગ્યો. અને જામશ્રીના માણસો પણ તરવાર ખેંચી જગીપર વળ્યા. જેગી ઘામાં ચકચૂર થઈ ધરતી ઉપર પડશે. પડતાં પડતાં બોલ્યો કે “રાજા આ સ્ત્રીને તું લઈ જાય છે. પણ તું આને સંગ કરીશ તો તારા પ્રાણ જશે પછી જામશ્રી તે સ્ત્રીને લઈ ઘેર પધાર્યા. અને એજ ત્રિમાં સંગ પણ કર્યો, તેથી તે વખતે જ ઇંદ્રિયમાં બળતરા ઉત્પન્ન થઈ, જરાવાર પણ જપ વળે નહિં. એવી દિવસે દિવસે પીડા વધવા લાગી, ઘણાં મંત્ર, જંત્ર, તથા ઔષધો કર્યા પણ કાંઇ ફેર પડ્યો નહિં. ભાવિ આગળ કાંઇ ચાલતું નથી એમ ધારી છેવટમાં ઇંદ્રિયને કપાવી નાખી. રાવણ, ચંદ્ર, ઇંદ્ર, અને વાળી, તેઓ મહાબળવાન છતાં પણ તેઓને પરસ્ત્રીના સંગથી ઘણું અવગુણ થયા હતા, તેમ જામ રણમલજીને પણ થઇ. ઉપરનો બનાવ બન્યા પછી જામશ્રી રણમલજી હમેશા ઉદાસ રહેવા લાગ્યા જામશ્રી ઇડરના રાઠોડના ભાયાતની દીકરીને પરણેલા હતા. તે બાઈપર ઘણું મહેરબાની થવાથી તેના કબજામાં આવી ગયા. તેથી એ બાઈએ પોતાના ભાઇ ગોવર્ધન રાઠોડને તેડાવી સ્વતંત્રતાથી સઘળું રાજ્યનું કામ કરવા લાગ્યાં. ગેવધને અણફર હુકમ ચલાવી કારભારીઓ પણ પોતાની વગના રાખ્યા. રાજ્યના જુના સવ અમીર ઉમરાને દૂર કરી મેલ્યા. અને જામના સર્વ ભાયાતને નગરમાં આવવાની બંધી કરી, આવો બંદોબસ્ત કરી એક xકૃત્રિમ કુંવર ઉત્પન્ન કરી જામશ્રીને વધાઇ દીધી કે આપને ત્યાં કુંવર અવતર્યા, જોષીને તેડાવી વેળા લેવરાવી કુંવરનું નામ “સોજી પાડયું. જામશ્રાએ મનમાં વિચાર્યું કે મારી આવી સ્થિતિમાં કુંવરને જન્મ ક્યાંથી? પણ આ બધું ગવર્ધનનું જ કાવવું છે. મારે હુકમ તો જરાપણ નથી ગેવધનને જ હુઇમ સર્વ જગ્યાએ ચાલી રહ્યો છે. તેના ભયથી હાલારદેશ કંપાયમાન થઇ રહ્યો છે. અને આપખુદીથી તે ઘણે અન્યાયી કામ પણ કરે છે. માટે હવે કાંઇ ઉપાય થાય તો સારું આ વિચાર કરી પિતાના ભાઇ રાયસિંહજી તથા જશાજીને “ગઠનો મિસ બતાવી, ધુંવાવની વાડીમાં બોલાવ્યા. રાયસિંહજી તથા જશોખ હાજર થઈ ઘણું હેતથી ભાઈને મળ્યા જામશ્રીએ એકાંતમાં બેસી રાયસિંહજીને કહ્યું કે– . ए कृत कुंवर कीनो अकाज ॥ रासंग नग्र तुव बेठ राज ॥ આ કુંવર તરકટને (કૃત્રિમ) બનાવેલ છે માટે મારા પછી નગરની ગાદી તું સંભાળજે અને ગાદીએ પણ તું બેસજે” રાયસિંહજીએ અરજ કરી કે કાઈ ઇતિહાસકાર કહે છે કે તે કુંવર ગોવર્ધનને જ હતો.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy