________________
જામનગરનો ઇતિહાસ. (અગીઆરમી કળા) ૨૦૮ કાજલના પહાડ ઉપર આસન વાળી બેઠેલા મંગળ ગ્રહના સરખી રાતી કુલ વાળા, અંધકારની ફોજ સરખા, કુંભસ્થળે ઉપર સરીયો નાખેલા, રાહુને ગળે લટકતા તારાઓની માફક કંઠમાં પહેરેલાં ઘુઘરા આદિ ઘરેણાઓથી શોભતા, ભળેળાટ કરતા સાજવાળા, સાંકળીના ખણણુટવાળા, મહાક્રોધી, મહાખુની ૮૪ હાથીઓને જામશ્રીના હુકમથી તૈયાર કર્યા.
મહાવતે ચડવાનું વર્ણન મંત્ર જત્ર તથા મેહરાં હાથે બાંધી, કમર કસી, પાઘડીએ માથે બાનાબંધી બાંધી, ઈલલા નામનો ઉચ્ચાર કરી, માવતએ નટ દોડે તેમ દોડી, દારૂથી મસ્ત થએલા હાથીઓની નજર ચુકાવી. કલાબા ઉપર આવી, કુંભસ્થળે થાપડી
મહાકાળ રૂપ, કેસરીસિંહને મારનારા અને યુદ્ધમાં નહિ હઠનારા” એવાં વિશેપણ આપી, બાપ બાપો કરી બરદાવી હાથીઓની અંધારીઓ ખોલી ત્યારે જેગનિદ્રામાંથી જાગેલા જેગેધરની માફક આંખ ઉઘાડી હાથીએ મેર જેવા લાગ્યા. ચરખી આદિ આતસબાજી વાળાએ તથા ભાલા બરદારે ચોગરદ ઘેરીને તેઓને હળવે હળવે ચલાવવા લાગ્યા. એ હાથીઓ શંકરનાં દર્શન કરવા ચાલેલા ગણપતિનાં જુની પેઠે શોભવા લાગ્યા. રપ
3 યે વેપાર મા કરી हेकरण जोर त्यारी सु होय । जग जातवत केके सजोय ।। नख चख्ख रूप शोभा नवल्ल । अण खोट सील जाती असल्ल॥ १ ॥ मुख शशिय बीज सोभाय मांन । नासका फूल कम्मळ निदान ॥ चाचरो भाल तथ पूर चद । दरसत जाण वाहन दनद ॥ २ ॥ सोहत दोय चख तांम सांम । रोपिया दोय साळंगरांम । कत्रीय उभे लेखणह कांन । सागोस गोस दरसे समांन ॥ ३ ॥ बल लूम झुम कहुँ केसवाळ । माणकं लट्ट दीसे मनाळ ॥
ओपंत कध एहा अनाण । कूकडं कंध खेची कबांण ॥४॥ पलगंस पीठ दीसे प्रमाण । ओपया त्रग्ग बाजोठ आंण ॥ चमरीस पूछ खुल्ली सचंग । रंगिया केक बह भात :ग ।। ५ ॥ छतियांस ढाल चोडी समान । माणियंत पास आरीस मान ॥ देवळं थंभ पायंस दोर । नखसा कटोर नळियां नकोर ॥६॥ उद्रके आप छांया उताळ । फर मृगांडाण साधंत फाळ ॥ सांकडे लिये ऊगार सांम । हे पूर करे धणियास हांम ॥ ७॥