SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૯૫ સમુદ્ર જેવા ગંભીર દિલવાળા દાનોની લહેરે ઉછાળવાવાળા કવિઓની ઉપર પ્રેમ રાખવાવાળા, અને ઘણું દ્રવ્યને તથા ઘણું કિર્તિને ખાટનારા હતા. જામશ્રી લાખાજી જ્યારે હમીરજીના પ્રપંચી અને ઘાતકી કાવત્રાંના ભેગે દેદાતમાચીના હાથથી ધારાતીય થયા, તે વખતે જામશ્રી રાવળજીની ઉંમર લગભગ ૬૬-૬૭ વર્ષની હતી, વાંચનારને તે નવાઈ લાગો! પરંતુ અત્યારે પણ પિતા ગાદી ઉપર હેાય અને યુવરાજ કુમાર લગભગ પચાસ વર્ષની મેટી ઉમરના જેવામાં આવે છે, તો આ લગભગ ચાર વર્ષની વાત છે તે વખતે ૬૭ વર્ષની ઉમર હોય તે નવાઈની વાત નથી, જામશ્રી રાવળજીએ ૧૨૪ વર્ષનું ઘણુંજ લાંબુ આયુષ્ય ભેગવેલું હતું, તેના સમકાલીન ચારણકુળદીપક મહાત્માશ્રી ઇશરદાસજીએ (ઇસરાકાં પરમેશ્વર કહેવાયા એણે) પણ ૧૦૭ વર્ષનું લાંબુ આયુષ્ય ભેગવેલું હતું, અને જેવજીર કે જે મોટી ઉમરે જામશ્રી રાવળજી સાથે જ કચ્છમાંથી આવેલ તે પણ ઠેઠ ભુચરમોરીના મહાન યુદ્ધમાં કામ આવ્યો હતો, વિગેરે પ્રમાથી એ વીરપુરૂષ એ વખતે લાંબા આયુષ્યો ભેગવતા હતા એમ નક્કી થાય છે. પિતાના અકાળ મરણથી જામરાવળજી અહર્નિશ ઉદાસ રહેતા હતા, અને ગમેતે ભેગે પણ વેરવાળવું એવા ઉપાયો જતા હતા, પરંતુ ગોત્રહત્યાનો સવાલ આડે આવતો પરંતુ વેરની વસુલાત લેવી એટલે ખુનને બદલા ખૂનથીજ લે વળી આતતાયીને મારે એવાં રાજનિતિનાં વાકયે વિચારી જુની કહેવત પ્રમાણે ચાયતે રજપુત કરેચા (ચાડ-ખટકે રાખી રજપુત ચાયતે ધારેલી વાત પૂર્ણ કરે.) વળી ક્ષત્રીઓને ધર્મ છે કે પિતાના અને બંધુના મારને કંઇપણ ગ્યાયોગ્ય નહિં જતાં મારે; ભયંકર લડાઇઓમાં બંધુઓ અને વડીલેની લથેના શબ ઉપર પગદઈ રજપુત કિલ્લાએ સર કરતા હતા એવા કઠીન સમયમાં ગ્યાયેગ્ય જેવાયજ નહિં. સને ૧૯૨૨ની ગુજરાતીની ભેટ (કચ્છને કિર્તિકેય અને જાડેજા વીરખેંગાર) માં લેખકે પક્ષપાત રાખી જામરાવળજીના માટે એવાતો આક્ષેપો (હમીરજીનેં દગાથી મારવા માટેના) તુચ્છભાષામાં લખ્યા છેકે એ બુક ખરે રાજભક્ત વાંચી શકે નહિં હમીરજીએ જે જામલાખાજીને વધ ન કરાવ્યો હતો જામરાવળજીને દગો રચવા જરૂર ન રહેત; પિતાનું વૈર પુત્ર લીએ તેમાં નવાઈ જેવું કે અઘટીત કર્યું તેમ ન કહેવાય વેર અને હાલ વારશામાં ઉતરે છે. અને આટલી પુખ્તવયે જામરાવળજી વેર ન લીએ તે કેમ બને? વાંચક! આ ઇતિહાસ લખતાં અમેં તે બુક વાંચી અને તેમાં મહાન પરાક્રમી રાવળજી પ્રત્યેના તિરસ્કારવચને વાંચતાં ઉપર પ્રમાણે લખવા ફરજ પડી છે હવે જામશ્રી રાવળજીનાં પરાક્રમ અને જીવનવૃત્તાંત જે મળેલ છે તે લખુ છું. ઝાઈ જામરાવળજીની યુક્તિ હબાયમાં જામહમીરજીના કાકા આમર આમરાણુ ગુજરી જતાં તેની ઉત્તરક્રિયામાં જામરાવળજી, હબાય ગયા. ત્યાં ગુડ વળાવી તેના કારજમાં સત્તર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy