SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાર (પ્રથમ ખંડ) જ્યાં લગી મારા ધડ ઉપર મસ્તક સલામત છે ત્યાં સુધી તમારે એ બહેનોના એક રૂંવાડાની પણ આશા રાખવી નહિં” એ સમાચાર જાણ બાદશાહે બીજે દહાડે લડાઈ શરૂ કરી અને અબડા અણભંગના નાના ભાઈ સપડાએ કેસરીઆ કરી કેટલાક વીર યોદ્ધાઓ અને અત્યંજ વીર એરસાને સાથે લઇ બાદશાહ સામે ઠંદ યુદ્ધ કર્યું, અને એક બાદશાહના હાથી સુધી હજારે માણસની કતલ કરી પહેચતા તે તથા બેસે ત્યાં કામ આવ્યા. આ બન્ને વિરેનું પરાક્રમ જોઈ બાદશાહ આશ્ચર્ય પામ્યા અને ફરી સુલેહનાં કેણુ મેકલ્યાં, પરંતુ અબડો એકનો બે ન થયો તે પહેલાંની માફકજ જવાબ આપે તેથી બાદશાહે વડસરની તરફ તેના મરચા ગોઠવી કેટલાએક ખાલી અવાજે કર્યા. પણ અબડે તેથી જરાપણ મચક ખાધી નહીં, આમ ૭૨ બૌતેર દિવસે નીકળી ગયા તેમાં છુટક છુટક લડાઇમાં અબડાના ઘણું સૈનીકે મરાયા, છેવટે કેસરી કરવાનો વખત આવ્યો ત્યારે અબડા અણુર્ભાગે સુમરી બાઈઓને પોતાના સમીપે બોલાવી કહ્યું કે બહેનો હવે છેલી લડાઈ છે. હું જ્યાંસુધી જીવતો છું ત્યાં સુધી તમારે એક વાળ પણ વાંકે થવા નહિ દઉ પણ મારા પડ્યા પછી તમારું રક્ષણ તમારે પોતે જ કરવું પડશે” એમ કહી દરેકને એક એક દુધનો કટેરે ભરી આપી કહ્યું કે જ્યાં લગી આ કટરામાં દુધનેરંગ સફેદ રહે ત્યાં સુધી મારી હૈયાતી છે. તેમ સમજજે પણ જ્યારે તે દુધને રંગ લાલ થઈ જાય ત્યારે જાણજો કે અબડે આ દુનીઆમાં નથી. એમ કહી વડસરથી અર્ધાકેશ ઉપર એક નિભય સ્થળે તેઓને બેસાડી પોતે તથા પોતાના મોટાભાઈ મોડ તથા તેઓના બે યુવરાજ કુમારે વગેરે કેસરીઆ વાઘા પહેરી હથીયારોથી સજજ થઇ લડવા જવા તૈયાર થયા. તે વખતે પોતાના જનાનામાંની રાણીઓને માટે દરબારગઢના વિશાળ ચોકમાં ચંદન, કાષ્ટ, શ્રીફળ, વૃત આદી ચિતાની સામગ્રી તૈયાર કરાવતાં તમામ જનાનાની રાણુઓએ તેમાં જેહાર વ્રત લીધાં એ ક્રિયા પૂર્ણ થતાજ હરહર મહાદેવગ્ના પોકારે સાથે માત્ર ગણ્યાગાંઠયા પણ મહાન કેસરીસિંહ જેવા વીર ક્ષત્રિયોએ અબડા અણભંગ તથા મહાત્મા મોડજી સાથે રહી બાદશાહના લશ્કર ઉપર સખ્ત મારો ચલાવ્યો. ઘણાજ પરાક્રમને અંતે વિ સં. ૧૩૫૬ના ફાગણ વદ ૧ નારાજ (કેઈ કહે છે કે શ્રાવણ સુદ ૧૨ના દિને) અબડો અણુભગ તથા તેઓના વડીલ બંધુ મેડ (મહાત્મા) અને એક કુમાર સ્વર્ગે સીધાવ્યા. સુમરીબાઇઓના હાથમાના દુધના કટારાઓમાં જ્યારે લાલરંગ થયો ત્યારે તેઓએ અબડા અણુભંગ મરાયાનું જાણું પોતાનું શિયળવૃત્ત જાળવવા ધરણ * કોઈ તેના કુમારનું નામ સપડાઇ લખે છે. છે કેશરી કરેલાં પતીઓને નજરે ભાળે તે તેઓને રૂબરૂ જીવતાં બળી મરવાનું વ્રત લેવું તે “જહાવત’ રાજપુતાનાના ઇતિહાસમાં તેવા ઘણા દાખલાઓ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy