SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ (પછી કળા) માતાની સ્તુતિ કરતાં તે જગ્યાએ પૃથ્વી ફાટી અને એ સાત વીસું સુમરીકળ્યાએ તેમાં સમાઇગઇ, તેઓની તહેનાતમાં લંઘા જાતની એક સ્ત્રી હતી તે પણ તેઓની સાથે સમાતાં તેની ચુંદડીનો છેડો અપવિત્ર (કોઈ દુષ્ટ પુરૂષે ઝાલેલ) હેવાથી માત્ર તે છેડે બહાર રહ્યો હતો તેથી અલાઉદ્દીને તે જગ્યા ખોદાવીને સુમરીકન્યાઓને તપાસ કરાવ્યું, પણ તેઓની કશી નિશાની મળી નહીં તેથી તે પશ્ચાતાપ કરતો લુણાના રણમાગે હજારો માણસનાં જાન ગુમાવી દિલ્હી પાછો ગયો. અબડાની ગાદીએ તેનો પુત્ર ડુંગરસિંહ કે જે લડાઈ વખતે તેને મશાળ હતા તે આવ્યો. - હાલ વડસર ગામે નદીને કાંઠે અબડાઅણનમી અને મોડ મહાત્માની સમાધીઓ સાક્ષી પુરી રહી છે, અને આજે પણ લોકો તેને અબડાપીર, મોડપીરનાં ઉપનામ આપી પૂજે છે. ફાગણ વદી ૧ના રોજ ત્યાં મેળો ભરાય છે, ત્યાં સહુ સમાવંશી જાડેજાએ કસુંબો કરીને તેની સમાધીની ખાંભીઓને ચડાવી પછી સહુ પીએ છે, તેમજ દર શ્રાવણ માસની જન્માષ્ટમીએ પણ ત્યાં મેળો ભરાય છે. અને ત્યાં કુસ્તીબાજી, દાવપેચ, પટા અને નિશાનબાજી વગેરેના ખેલે લેકે કરે છે. " કેટલાએક ઇતિહાસકાશે અબડાઅણભંગે ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો હતો તેમ કહે છે. પરંતુ ગુજરાતીની ભેટના લેખક કુકર નારાયણજીવીસનજીએ “કચ્છનો કેશરી” એ નામની બુક સને ૧૯૨૯ માં રચી છે, તેમાં ચેકબું લખે છે કે અમાએ પણ જામઅબડાજી અબડાણુ અથવા અબડા અણુભંગ જેવા એક હિમાચળ સમાન અચળ તથા દઢાત્મ હિંદુત્વાભિમાની સમાવંશભૂષણ રાજવીને ધર્મભ્રષ્ટ અથવા મુસલમાન થયેલે દર્શાવવા અક્ષમ્ય પાત્તકથી સવથા અલીપ્ત રહેવાનું યોગ્ય ધાર્યું છે, જામઅબડાજી તથા મહાત્મા મેડજીને પીર” નામથી ઓળખાવામાં આવે છે. તેનું કારણ એ છે કે કચ્છમાં મુસલમાનોના સંસગ પછી મુસ્લીમ આલીયા પ્રમાણે હિંદુ મહાત્માઓને પણ “પીર” નામથી ઓળખવાની એક સામાન્ય પ્રથા થઈ ગઈ છે. હિંદુ મહાત્મા રામદેવ તથા “જેશળ જાડેજો વિગેરે “પીર નામથી જ ઓળખાય છે. (કચ્છને કેસરી પૃષ્ટ ર૧૯-૨૩૦-ર૩૧) ઉપરના અભિપ્રાય મુજબ વાંચકવર્ગને જણાશે કે અબડજી મુસલમાન થયાની અસત્ય અને કાલ્પનીક ઘટના છે, હવે અટલેથી વિરમી, ચાલતા ઇતિહાસ ઉપર નજર કરીએ. શ્રીયદુવંશપ્રકાશે ષષ્ટીકળા સમામા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy