SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ જામનગરને ઇતિહાસ. (ષષ્ઠી કળા) બાદશાહ અલાઉંદ્દિન વડસર ઉપર ચડયો એ વાતની જાણ અબડા અણભંગને થતાં તે હર્ષમાં આવીને બોલ્યો કે, “ત્રી પડવા આવી છે, તેથી બાદશાહી લકર ડુંગરાઓમાં અથડાસે માટે તેને વડસર ગોતતાં મુશ્કેલી ન પડે તેટલા માટે એક ઉંચા ટેકરા ઉપર ચડી કપાસના છોડને તેલમાં ઝબોળી સળગાવીને રેશની કરે એ મુજબ અમલ કરતાં લશ્કરને આવવું સુગમ થયું. અને રાત્રે છાવણુ નાખી વડસરની સરહદમાં મુકામ કર્યો. વડસરમાં એક એરસા નામનો મેઘવાળ રહેતો હતો, તે મહા તેજસ્વી હતો ને પોતાની મુંછાને વળદઈ ત્રણ આંકડા વાળતો અને દરબારી ડાયરામાં બેસવા જતો ત્યારે પણ ઉતારતો નહીં એથી કેટલાક અદેખા ગીરાશીયાએ અબડા આગળ તેની નિંદા કરતા ત્યારે અબડે કહેતો કે “એ વાંકી મુછોવાળ ખરેમ બચે છે, કઈ દિવસ તે પણ કામ આવશે ખરેખર તેમજ થયું લશકર આવ્યાની તેણે વાત સાંભળી કે તુરતજ અબડા અણુભગ આગળ આવી એરસે કહ્યું કે હુકમ આપ તો અલાઉદ્દીનનું માથું કાપીઆવું અને ત્યારેજ મારી મુછોનું પાણી દુનીઓ જાણે અબડે કહ્યું કે “ભલેતારી હાંશ છે તો આ લડાઈનું સમાન તનેજ આપું છું પણ તે બાદશાહ લાખને ખાવીંદ અને પાળક છે માટે દગાથી તેનો શિરછેદ કરીશ નહીં” એરસે એ આજ્ઞાને માથે ચડાવી અધરાત્રી વીત્યે મોટા સિંધી કુતરાની ખાળ (ચામડી) પહેરી હથીયારબાંધી બાદશાહી છાવણીમાં ચારપગે ચાલતો ગયો અને ત્યાં ચોકીદારની નજર ચુકાવી અલાઉદ્દીનના તંબુમાં દાખલ થયો, અહિં તેને નિંદ્રાવશ જઈ અબડાનું વચન યાદ આવતાં શાહનું મસ્તક છેદવાનો વિચાર બંધ રાખ્યો, અને તેને કમરે બાંધવાનું રત્નજડીત બાદશાહી ખંજર (પેશકબજ) કાઢી લઈ તેની જગ્યાએ ચામડાં ચીરવાની પોતાની રિપડી બાંધી ચાલતો થયો. સવારે અબડાની હજુરમાં તે ખંજર મેલી સઘળી હકીકત કહીતેથી સહુ આશ્ચર્ય પામ્યા અને અબડે એરશાને ઘણીજ શાબાશી આપી. અબડા અણભંગે પોતાના એક સરદાર સાથે તે ખંજર અલાઉદિનને મોકલી સંદેશે કહા કે. “દિલીપતિ સાવધ રહેજે નહિ તે નિદ્રાવસ્થામાં તારું મસ્તક કેક કાપી કરો. આ વાતની ખાત્રી માટે તારું ખંજર તને પાછું મેલું છું તે લાવનાર બીજો કઈ નહિ પણ એક લડવૈયો મેઘવાળ જ છે, મેં તેને તારૂં માથું કાપવાની ના કહેલી તેથી ખંજર લઈ તેની જગ્યાએ પોતાની ચામડાં ચીરવાની “રાંપડી” નિશાની દાખલ મૂકી આવેલ છે.” ઉપરના ખબર સાંભળતાં અને ખંજર પાછું મળતાં પિતાના પ્રાણ ઉગારનાર અબડા સાથે લડાઇ કરવા અલાઉદ્દીનને યોગ્ય લાગ્યું નહિ તેથી એકાદ સુમરી કન્યા આપે તે તેને લઇ દિલહી પાછો જવાને વિચાર જણાવવા મહમદશાહ નામના સરદારને અબડા પાસે વિષ્ટિએ મોકલ્યું, પરંતુ અબડે એવો જવાબ આવે કે –
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy