________________
( ( ૬૬ વિવિધ ચિત્રો સહ સરલ) ) સદ્દસ્યા નહીં. આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણા કીધી, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં કરાવ્યાં અનુમોદ્યો હોય, દિનકૃત્ય પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું કરાવ્યું, અનુમોઘું હોય.
એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂમ-બાબર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨૧
સૂચના–આ અતિચાર પૂરા થતાં વડીલ શ્રાવક અને અન્ય સહુ મસ્તક નમાવીને રહે, વડીલ નીચેનો જે પાઠ બોલે તે સાંભળે અને અનામાં સહુ “મિચ્છામિ દુક્કડ' આપે.
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત, એકસો ચોવીશ અતિચારમાંહિ જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પછી વડીલ શ્રાવક નીચેનું “સવસવિ' સૂત્ર બોલે—
સવ્વસ્ટવિ સૂત્ર સવસવિ સંવર્ચ્યુરિઅ, દુશ્ચિતિએ, દુમ્ભાસિઅ, દુચ્ચિકિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડ.
પછી ઊભા ઊભા જ નીચે મુજબ વડીલને વિનંતિ કરે
ઈચ્છકારી ભગવન્! પસાય કરી સંવછરી તપ પ્રસાદ કરશોજી.