________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ • ૬૭
ત્યારે વડીલ શ્રાવક, કરવા યોગ્ય સંવચ્છરી એટલે કે વાર્ષિકતપની સભા સન્મુખ નીચે મુજબ જાહેરાત કરે.
સંવચ્છરી લેખે એક અક્રમ અથવા ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બિઆસણાં, છ હજાર સજ્ઝાય-ધ્યાન કરી પહોંચાડશોજી.’’
આ પ્રમાણે આજ્ઞા કરે ત્યારે જે લોકોએ અટ્ટમતપ કર્યો હોય (અથવા પૂરું કરવાને માટે તેનો પ્રારંભ કરી દીધો હોય) તેઓ જવાબરૂપે મન્દસ્વરે ‘પદ્ધિઓ’(– એટલે પ્રવેશ કર્યો છે) એમ બોલે, અથવા હવે પછી વાળી આપવાની ભાવના હોય તો ‘તત્તિ’ (–આજ્ઞા પ્રમાણે કરશું) એમ ઉચ્ચારે અને કોઈ કારણસર ન કરવો હોય તેઓ મૌન રહે.
નોંધ-વર્ષ દરમિયાન બંધાતાં કર્મોનાં ક્ષય માટે અથવા પ્રાયશ્ચિત્ત તરીકે તપાચારનું પાલન કરવું જોઈએ. અનિકાચિત કરતાં નિકાચિત કોટિનાં કર્મોની નિર્જરા માટે તેમજ મંગલ અને કલ્યાણ માટે તપ એ અમોઘ ઉપાય છે. જૈનકુળમાં જન્મ લીધેલા શક્તિશાળી આત્માએ વર્ષ દરમિયાન વાર્ષિક ટેક્ષ જેવો આ વાર્ષિક તપ કરી આપવો જ જોઈએ.
અટ્ટમ કે ત્રણ ઉપવાસ ન કરી શકે તેના માટે ઉપરની આજ્ઞામાં જુદા જુદા સાનુકૂળ તપ બતાવ્યા છે. રોગી, માંદા, અશક્તો માટે છેવટે છ હજાર ગાથાનો પાઠ ભણી કે વાંચી જવાનું કહ્યું છે. પાઠ કરતાં જ ન આવડતું હોય તો છેવટે નવકારમંત્રની ૬૦ બાંધી માળા પણ ગણીને ‘શ્રાવક’ તરીકેની નામનાને સફળ બનાવની જોઈએ. આ થઈ ગયા બાદ પહેલાંની માફક બે વખત સુગુરુવાંદણાં લેવાં.
સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ,