________________
૬૪ - વિવિધ ચિત્રો સહ સરલ
ઇહલોગાસંસપ્પઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે. ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંછ્યાં. પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્યે જીવિતવ્ય વાંછ્યું, દુઃખ આવ્યે મરણ વાંછ્યું, કામભોગ તણી વાંછા કીધી.
સંલેષણા વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૭ [તપાચારના અતિચાર]
તપાચાર બાર ભેદ છ બાહ્ય, છ અત્યંતર. અણસણ મૂણોઅરિઆ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વ તિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગ તે વિગયત્યાગ ન કીધો. કાયક્લેશ લોચાદિક કષ્ટ સહન કર્યાં નહીં, સંલીનતા અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં. પચ્ચક્ખાણ ભાંગ્યાં. પાટલો ડગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પોરિસી, સાટ્ઠપોરિસી, પુરિમઠ્ઠ, એકાસણું, બિઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચક્ખાણ પારવું વિસાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઉઠતાં પચ્ચક્ખાણ કરવું વિસાર્યું. ગંઠસીઉં ભાંગ્યું. નીવિ, આયંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ.
બાહ્ય તપ વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૮
અત્યંતર તપ– પાયચ્છિનં વિણઓ મનશુદ્ધે ગુરુ કન્હે