________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૬૧
પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યાં. જુગટે રમ્યાં. હિંચોળે હિંચ્યાં. નાટક-પ્રેક્ષણક જોયાં. કણ, કુંવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા. અબોલા લીધા. કરકડા મોડ્યાં. મચ્છર ધર્યો. સંભેડા લગાડ્યા. શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝૂઝાર્યાં. ઝૂઝતા જોયાં. ખાદિ લગે અદેખાઇ ચિંતવી, માટી, મીઠું, કણ, કપાશીયા, કાજ વિણ ચાંપ્યા. તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી. સૂઈ શસ્ત્રાદિક નીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. -રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી.
આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિતુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૨
નવમા વ્રતના અતિચાર]
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર તિવિષે દુપ્પણિહાણે સામાયિક લીધે મને આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું. સાવધ વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યાં, ઉંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉજેહી હુઈ, કણ, કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેઢો, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફુલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઇત્યાદિ આભડ્યાં, સ્ત્રીતિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તીઓ સંઘટ્ટી, સામાયિક અણપૂગ્યું પાર્યું. પારવું વિસાર્યું.
નવમે સામાયિક વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર