________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ
૫૯
છટ્ટે દિક્પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ, સૂક્ષ્મ- બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૦ [સાતમા વ્રતના અતિચાર]
સાતમે ભોગોપભોગ વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મ હુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર, સચિત્તે પડિબન્ને સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપાહાર, દુષ્પાહાર, તુચ્છઔષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંક, પાપડી ખાધાં.
સચિત્તદવ્યવિગઈ-વાણહતંબોલવત્થકુસુમેસુ; વાહણસયણવિલેવણ-બંભદિસિન્હાણભત્તેસુ. ૧
એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં. લઇને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાલુ, કચૂરો, સૂરણ, કુણીઆંબલી, ગળો, વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોળી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચુ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં ફળ, ટીંબરૂ, ગુંદા, મહોર, બોળઅથાણું, આંબલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા. તથા કર્મતઃ પંદર કર્માદાનઃ ઇંગાલકમ્મે, વણકર્મો, સાડીકમ્મે, ભાડીકમ્મે, ફોડીકમ્મે એ પાંચકર્મ, દંતવાણિજ્યું, લવાણિજ્યું, રસવાણિજ્યે, કેસવાણિજજે, વિસવાણિજ્યું એ પાંચ વાણિજ્ય, જંતપિલ્લણકમ્મે, નિલ્લંછણકર્મો, દવગિદાવણયા,
*