________________
૫૮ જે વિવિધ ચિત્રો સહ સરલ અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી હાંસું કીધું.
ચોથે સ્વદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૮
[પાંચમા વ્રતના અતિચાર) પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત પાંચ અતિચાર, ધણધનખિત્ત વન્યૂ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રી તણે લેખે કીધો, પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પઢયું નહીં. પઢવું વિચાર્યું, અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા.
પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવછરી દિવસમાંહિ, સૂક્ષ્મ-બાબર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૯
[છઠ્ઠા વ્રતના અતિચાર] છકે દિક્ષરિમાણવ્રતે પાંચ અતિચાર, ગમણસ્સ ઉ પરિમાણે ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યદિશિએ જાવા-આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાળે ગામતરું કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી.