________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૫૭
તેનાહડપ્પઓગે ઘર, બાહિર, ક્ષેત્રે, ખલે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર-ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ, વસ્તુના ભેળસંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યાં. દાણચોરી કીધી. કુણહીને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો. વિશ્વાસઘાત કીધો. પરવંચના કીધી. પાસંગ કૂડાં કીધાં. દાંડી ચડાવી. લહકે-ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વેંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી, કુણહીને લેખે– પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ- બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિતુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૭
[ચોથા વ્રતના અતિચાર]
ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર અપરિગહિયાઇત્તર અપરિગૃહીતાગમન, ઇત્વરપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા શોક્તણે વિષે દૃષ્ટિવિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યાં. આઠમ ચૌદશ અનેરી પર્વ તિથિના નિયમ લઇ ભાંગ્યા. ઘરઘરણાં કીધાં, કરાવ્યાં. વર– વહુ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતવ્યો. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યાં. કામભોગ તણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર,