________________
( ૧૬ જે વિવિધ ચિત્રો સહ સરલ અણગલ પાણી વાવર્યું. રૂડી જયણા ન કીધી. અળગણ પાણીએ ઝીલ્યાં. લુગડાં ધોયાં, ખાટલા તાવડે નાંખ્યા, ઝાટકયાં, જીવાકુલ ભૂમિ લીંપી, વાશી ગાર રાખી. દળણે, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચૌદશના નિયમ ભાંગ્યાં. ધણી કરાવી.
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ– બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૫
[બીજા વ્રતના અતિચાર] બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર સહસા રહસ્સેદારે
સહસાત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર આલોચ મર્મ પ્રકાશ્યો, કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણ મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ-સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ- વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ-પગ તણી ગાળ દીધી. કડકડા મોડયાં. મર્મ વચન બોલ્યા.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિષઇઓ અને જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૬
ત્રિીજા વ્રતના અતિચાર) ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર
જજ જજ જ જજ
જ