________________
(ા ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૫૫ ) શ કષ્ટ આબે ખીણ વચન ભોગ માન્યાં. મહાત્માનાં ભાત, પાણી, મલ, શોભા તણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી. પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો.
શ્રી સમ્યકત્વ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૪
[પહેલા વ્રતના અતિચાર) પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર. વહબંધછવિચ્છએ. દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો. અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધાં, ચારા પાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહી પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા. કહે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા. ઈધણ છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વીછી, ખજૂરા, સરવળા, માંકડ, જૂઆ, ગીંગોડા, સાહતાં મુઆ, દુહવ્યાં, રૂડે સ્થાનકે ન મૂક્યાં. કીડી-મંકોડીના ઈંડા વિછોહ્યાં. લીંખ ફોડી. ઉદહી, કીડી, મંકોડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીયા, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણટ્ટા. માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઈંડા ફોડ્યાં. અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઇ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્બસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો, રૂડું ગલણું ન કીધું,