________________
૫૪ જે વિવિધ ચિત્રો સહ સરલ અરિહંતતણા બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતીપ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ-દેહરાના પ્રભાવ દેખી, રોગ-આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું, ઇચ્છયું. બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગીયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા, મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપાંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ સાતમી, ધ્રુવ આઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ બારશી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં અનુમોદ્યો. પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં. ઘર, બાહિર, ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુડે, પુજહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં. દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, મહામાસે નવરાત્રિ નાહા, અજાણતાં થાપ્યાં, અનેરાઈ વ્રત- વ્રતોલાં કીધા, કરાવ્યાં. વિતિગિચ્છા– ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા, મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ આતંક,