________________
પર > વિવિધ ચિત્રો સહ સરલ
નિસ્યંકિય નિષ્કંખિય, નિદ્ધિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ઠ. ।।૩।।
દેવગુરુધર્મતણે વિષે નિઃશંકપણ ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ સંબંધીયાં ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુર્ગંછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી મૂઢદૃષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. અબહુમાન કીધું, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત, પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં. વિણસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો. બિંબ હાથથકી પાડ્યું. ઊસાસ- નિઃસાસ લાગ્યો. દેહરે–ઉપાશ્રયે મલ- શ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર-નિહાર કીધાં. પાન, સોપારી, નિવેદીઆં ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડ્યાં. પડિલેહવા વિસાર્યાં. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન ‘તહત્તિ’ કરી પડિવર્યું નહીં.
દર્શનાચાર વિષઇઓ અનેરો જે કોઇ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨.
ચારિત્રાચારના અતિચાર]
ચારિત્રાચારે આઠ અતિચાર