________________
(સંવછરી પ્રતિક્રમણ વિધિ ૫૧ ) ) જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં. અકાળે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન, અનેરા કનડે ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ-વાંદણે, પડિક્કમણે, સઝાય કરતાં, ભણતાં ગણતાં કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો. સૂત્ર કૂવું કહ્યું. અર્થ ફૂડો કહ્યો, તદુભય દૂતાં કહ્યાં. ભણીને વિસાર્યા. સાધુતણે ધર્મે કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપસે, અસઝાય અણોજઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણ, ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. કાળવેળાએ કાજો અણઉદ્ધર્યો પડ્યો. જ્ઞાનોપગરણ, પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળીયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો. થૂક લાગ્યું. ઘૂંકે કરી અક્ષર માંજયો. ઓશીસે ધર્યો. કન્હ છતાં આહાર વિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણામ્યો. વિણસતો ઉવેખ્યો. છતી શક્તિએ સારસંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી, કોઈ તોતડો બોબડો દેખી હસ્યો. વિતકર્યો. અન્યથા પ્રરૂપણા કીધી.
જ્ઞાનાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવર્ચ્યુરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧,
(દર્શનાચારના અતિચાર) દર્શનાચારે આઠ અતિચાર- - - - - - -
- - - - - - - -