________________
૮૪
સુરતને જૈન ઇતિહાસ, ૧૩૦. અઢારમા શતકના અંત ભાગમાં વિજયલક્ષ્મી મૂરિની ગૃહસ્થાવસ્થામાં છ વર્ષની ઉમર હતી ત્યારે તેને સુરતમાં વિજયસૌભાગ્યસૂરિ પાસે મોકલવામાં આવેલ અને ત્યાં ધર્મ શિક્ષણ માટે સુરતના સંઘે ગોઠવણ કરી, આવશ્યકથી શરૂ કરેલ અભ્યાસ જૈન શાસ્ત્ર, અલંકાર, કાવ્ય, ન્યાય, વ્યાકરણ આદિ વિદ્યાનાં જુદાં જુદાં ક્ષેત્રો સુધી ફેલાયો જેનો પરિપાક આપણે એમના ગ્રંથમાં સવિશેષપણે જોઈએ છીએ. વિશેષાવશ્યક એમણે ન્યાયશાસ્ત્રની મદદ વડે સારી રીતે ધાર્યું હતું. વિદ્યાપ્રાપ્તિ કરવાના પ્રસંગ વિષે બોલતાં રાસકાર
જે દે દેવ જતિપણું તે, દેજે વાનાં ચાર, સુકંઠ ને સ્વરૂપતા, પડવું ને ગુરૂવાર
(જૈન યુગ પુ. ૧ પૃ. ૨૫૧ “વિજયલક્ષ્મી સૂરિ) ૧૩૧. આ શતકને અંતે પ્રસિદ્ધ કવિ (ચંદ રાસના કર્તા) મેહનવિજય (સં. ૧૭૫૫ થી ૧૭૮૩ જૈન ગૂ. કવિઓ ભાગ ૨ પૃ. ૪૨૮) નું સુરતમંડણ પાર્શ્વ સ્તવન સ્મરીશું :– પાસ જિનંદા માતા વામજીકે નંદા રે,
તુમ પર વારી જાઉં ખોલ ખોલ રે. હારે દરવાજે તેરે ખેલ ખોલ રે,
| હમ દરસન આયે તેલ તેલ રે–દરવાજે ૧ પૂજા કરંગી મેં તે ધૂપ ધરંગી રે,
કુલ ચઢાઉંગી બહુ મેલ મોલ રે–દરવાજે ૨ તે મેરા ઠાકર મેં તેરી ચાકર,
એક વાર મેસું બેલ બેલ રે–દરવાજે ૩