________________
-
-
—
—
—
સુરતને જૈન ઇતિહાસ
સં. ૧૬૮૨) ની હસ્તપ્રત ૫૦ પત્રની લખી કે જે હાલ દાબડા ૪૨ માં નં. ૩૩ ની અમદાવાદના ડેલાના ઉપાશ્રયમાં છે (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ ૯૨૪)
૭૩. જ્ઞાનવિમલસૂરિ સૂર્યપુરથી શ્રાવક સપરિવાર મૈત્યયાત્રાએ નીકળ્યા તેનું વર્ણન સં. ૧૭૫૫ માં તેમણે કરેલી તીર્થમાળામાં આપેલું છે. પ્રથમ સુરત શહેરમાંનાં ચૈત્ય જુહારે છે –
ધુર થકી શહેરમાં વંદિયા, પાસચિંતામણ વારૂ ધમ જિનેસર નમિ જિન, કુંથુ જિનેસર તારું ગષભ જિનેસર શાંતિજી, શાંતિકરણ જગનાથ ઈત્યાદિક બહુ જિનવર, પ્રણમી શિવપુર સાથ
આ સૂરિએ સં. ૧૭૫૮ માં પ્રાકૃત ચેઈય વંદન ભાષ્યનું ગૂજરાતી ભાષામાં વિવરણ સુરતમાં લખ્યું. (વિ. વી. સુ. સા. ભં, રાધનપુર નં. ૧૦૨૪.)
૭૪. લોકાગચ્છના તેજસિંઘે શિષ્ય કાન્હજી સાથે સં. ૧૭૫૬ માં સુરતમાં ચોમાસું કર્યું હતું અને ત્યાં કાહજીએ શાંતિનાથ સ્ત. ૭ કડીનું અને સુદર્શન શેડની ૧૮ કડીની સ્વાધ્યાય રચી. તે સઝાયને અંતે જણાવેલ છે કે –(સઝાયમાલા જિનદત્ત સૂરિ ભં, મુંબઈ પત્ર ૪૪ મે).
સુરત નયર સેહામણું, સંધ સકલ સુખદાય શ્રીપૂજ્ય શ્રી તેજસંઘજી, ભગતી કરે ભલે ભા. ૧૭ સતર શ્યને સુંદરૂ, વરણવ્યા સાધુ વખાણ ઝવહેરી જીવરાજની વિનતી, ગણું કાહુજી શુભવાણ ૧૮