________________
૫૩
અઢારમું વિ. શતક ઉત્તરાર્ધ.
૭૫. સં. ૧૭૫૯ માહ વદિ ૧૩ બુધે તપાગચ્છના ભટ્ટારક વિજયરત્ન સૂરિરાયે મહોપાધ્યાય વિમલવિજય ગણિ શિષ્ય પં. શુભવિજય ગણિ શિષ્ય પં. રામવિજયે સૂર્યપુર નગરે ઋષભદાસકૃત શ્રેણિક રાસની પ્રત ૬૬ પત્રની લખી (નં. ૩૭૫ પ્ર. કા. જેન ગૂર્જર કવિઓ ભા. ૧ પૃ. ૪૩૩)
૭૬. સં. ૧૭૨૧ મા. શુદિ ૧૫ ને દિને સુરતમાં મુનિ વિનયસુંદરે શ્રાવિકા વીરબાઈના પઠનાર્થે સેવકકૃત ૨૪૫ ગાથાના ગરુષભદેવ તેર ભવ સ્તવનની ૧૪ પત્રની પ્રતિ લખી (તે વાંકાનેર અભય ભંડારમાં પિ. ૧૩ માં છે)
૭૭. સં. ૧૭૬૩ માં ખરતરગચ્છના જિનચંદ્રસૂરિ (૭ મા) નો સ્વર્ગવાસ સુરતમાં થયો ને ત્યાં તેના પટ્ટધર તરીકે તેજ વર્ષના અષાઢ સુદ ૧૧ ને દિને જિનસૌખ્યસેરિને સૂરિપદ મળ્યું.
૧ જેન ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ ૫૩૫ છેલ્લી બે પંક્તિમાં સં. ૧૭૮૩ માં શ્રી સૂરત બંદરમાં સ્વર્ગસ્થ થયા’ એમાં ૧૭૮૩ એ છાપ ભૂલ છે, સં. ૧૭૬૩ જોઈએ.
૨ સુમતિવિમલે જિનસુખસુરિ ગીત રચ્યું છે તેમાં જણ
શ્રી જિનચંદ્ર સૂરીસર સંઈહથઈ, થાણા અવિચલ પાટ, ભાગી. સૂરત બંદિર શ્રી સંઘની સાખઈ, સુવિહિત મુનિજન વાટ, સોભાગી. ૩ ચારિત લધુ વય માહિ, આદરઉ, તપજપનું બહુલીના, ભાગી. આગમ અરથ વિચાર સમુદ્ર સમા, વિદ્યા ચઉદ પ્રવીણ, ભાગ. ૪