________________
જીરે નિત નિત વાંદુ તેહ,
મુજ મન હરખ હિયર્ડ ઘણા જી-૨૩
જરે બ્રહ્મી પ્રમુખ ત્રિય લાખ,
સાધવી જિનજીની કહી, જી
અરે પાટી ચારિત્ર શુદ્ધ,
સિવ સ‘પદ પાંમી સહી, જી-૨૪
જીરે ક્રેયસ પ્રમુખ ત્રિશ્ય લાખ,
પાંચ સહસ્ર વણી લાખીયા, જી
જીરે સમણેાપાસક સુદ્ધ,
શ્રાવક પ્રભુના દાખીયા. જી-૨૫
અરે સુભદ્રા પ્રમુખ પાંચ લાખ,
ચાપન સહસ્ર ઉપર સહી, જી૦
જીરે ત્રિય તત્વની જાગુ,
એહુવી શુદ્ધ શ્રાવિકા કહી. જી–૨૬
જીરે થાપ્યા ચવિહુ સંઘ,
વિચર્યાં પ્રભુ અવનીતલે, જી
જીરે સુરપતિ ભરત ભુપાલ,
વાંઢિ નિજ થાંનિષ્ઠ વધે. જ–૨૭
અરે પુરત્ર નિવાંણું વાર, જીરે પુંડરીક આદે સાધ,
શેત્રુજે' સિખર સમાસર્યાં, જીરુ
ઈશુ ગિરિસિવરમણી વર્યાં. જી–૨૮