SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સુરતને જૈન ઇતિહાસ. વિ. સં. ૧૮૬૦, શક ૧૭૨૬ વૈશાખ શુદિ ૫, સોમવારે સુરતના ઓસવાલ જ્ઞાતિના ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદ અને જોયતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વગેરેના નામે વિજયાણંદસૂરિ ગચ્છના વિજયદેવચંદ્ર (દેવેન્દ્ર) સૂરિના વિજયી રાજ્ય વિજહરા (? અજારા) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગ૭ના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.” (બુઠ્ઠરના લિસ પૃ. ૨૦૮ નં. ૩૬૭; શ્રી જિનવિજય સંપાદિત પ્રા. જે. લેખ સંગ્રહ ભા. ૨ અવેલેકન પૃ. ૫૩ નં. ૪૬). ૧૮૮. અને તે ટુંકમાં સામે આવેલા દેવાલયની–પ્રતિમાની બેસણી ઉપર તેજ વર્ષ અને મિતિને બીજે લેખ છે તેને સાર “વિજાણંદસૂરિના ગ૭ના ઓસવાલ જ્ઞાતિના ઝવેરી પ્રેમચંદે વિજયદેવચંદ્ર (દેવેન્દ્ર) સૂરિના વિજયી રામે અસ્ત્રહુરા (અજારાવિજહરા ?) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અર્પણ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિતેંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.” (બુલરના લિસ પૃ. ૨૦૮નં. ૩૬૪; ઉક્ત અવલેન પૃ ૫૩-૫૪નં.૪૭) ૧૮૯. ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરને કુંડ છે તે ઈચ્છા કુંડ કહેવાય છે. આ નામ તેના બનાવનાર ઇચ્છાભાઇના નામ પરથી પડેલું છે, અને તે ઈચ્છાભાઈ સુરતના શ્રીમાળી શ્રાવક હતા એ તે કુંડ પરના લેખ પરથી જણાય છે. તેને સાર એ છે કે – “વિ. સં. ૧૮૬૧, શક ૧૭ર૬ ધાતા સંવત્સર માર્ગશીર્ષ શુદિ ૩ બુધવાર, પૂર્વાષાઢા નક્ષત્ર, રુદ્ધયોગ, ગિરકરણ. આંચલગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કીર્તિસાગરસૂરિના અનુગ પુણસાગરસૂરિના
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy